Abtak Media Google News

ભારે વરસાદને પગલે ઉના, જૂનાગઢ, ગીર-ગઢડા સહિત અનેક બસો રદ: વરસાદના લીધે ૨૦ટકા એસ.ટી. ઓછી દોડે છે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ૩૫થી વધુ ટ્રીપ રદ કરી હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું છે.

Advertisement

તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, જૂનાગઢ અને ઉના પંથક સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ૩૫ થી વધુ રાજકોટથી અવર જવર કરતી બસના રૂટ રદ કરવામાં આવ્યા છે. અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અને વાહન વ્યવહારમાં માઠી અસર થઈ છે. વધુ વરસાદને પગલે હાઈવે પર પાણી ફળી વળતા રસ્તા ધોવાઈ ગયા છે. જેમાં ઉના, જૂનાગઢ, ગીર-સોમનાથ બાજુ વાહન વ્યવહાર શકયના હોય જે તે વરસાદથી અસરગ્રસ્ત રૂટની બસો રદ કરાઈ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, વરસાદને કારણે બસ સ્ટેન્ડમાં પણ પૂરતો ટ્રાફીક નહી મળતા એસ.ટી.ની દૈનિક આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ વરસાદના લીધે ૨૦ ટકા બસો ઓછી દોડાવવામાં આવી રહી છે.

જોકે સૌરાષ્ટ્રમાં જે પંથકમાં એસ.ટી. રદ કરાઈ છે. ત્યાં પાણી ઓસરતા જ બસ વ્યવહાર પૂન: શરૂ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.