Abtak Media Google News

લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ચોથાના મુવાડા ગામે ભૂજ-સંજેલી એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માતમાં બસમાં બેઠેલા 65 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. માત્ર એટલું જ નહીં, તમામ પેસેન્જર્સમાંથી એકપણ મુસાફરને ગંભીર ઈજા પણ થઈ નહોતી.

ભૂજ-સંજેલી બસની આગળ એક ટ્રક ચાલી રહ્યો હતો, આ દરમિયાન એસ.ટી.બસ ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી. જેમાં બસને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.