Abtak Media Google News

કેન્દ્રીય નાણાંમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ગુજરાતમાં પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) ધારકોની સંખ્યા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૩૧,૬૬,૬૩૨ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૨,૫૭,૧૮,૩૧૯ થઈ હતી, જે પાછલા વર્ષની સરખામણીએ ૧૧ ટકાનો વધારો દર્શાવે છે. જો કે, ઇન્કમ ટેક્સ રીટર્ન ભરનારની સંખ્યા ૭.૫ ટકાના ઘટાડા સાથે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૭૧,૪૧,૨૫૦ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૬,૦૫,૨૩૧ થઈ. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને આ માહિતી જૂન ૨૫,૨૦૧૯ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

Advertisement

ગુજરાતમાંથી સીધા કરવેરાની આવક પાછલા ના.વ.૨૦૧૮-૧૯માં ૯.૩ ટકા વધી હતી, એમ મંત્રીએ સદનમાં રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. ગુજરાતમાંથી સીધા કરવેરાની આવક ના.વ.૨૦૧૬-૧૭માં રૂ.૪૪,૮૬૬.૨૭ કરોડ હતી જે ના.વ.૨૦૧૮-૧૯માં રૂ.૪૯,૦૨૧.૬૯ કરોડ થઈ હતી.

નિવેદન અનુસાર, ગુજરાતમાં પાન ધારકોની સંખ્યા ના.વ.૨૦૧૬-૧૭માં ૨,૦૦,૫૮,૨૩૨ હતી, જે ના.વ.૨૦૧૭-૧૮માં ૨,૩૧,૬૬,૬૩૨ થઈ હતી, તેની સામે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરનારની સંખ્યા ના.વ.૨૦૧૬-૧૭માં ૫૭,૬૧,૪૮૫ થી વધીને ના.વ.૨૦૧૭-૧૮માં ૭૧,૪૧,૨૫૦ થઈ હતી.

નથવાણી ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં નોંધાયેલા પાન ધારકો, ભરવામાં આવેલા ઇન્ક્મ ટેક્સ રીટર્ન, વસૂલવામાં આવેલા આવક વેરાની રકમ તથા હાથ ધરાવામાં આવેલી સર્ચ અને સીઝરની સંખ્યા અંગે જાણવા માંગતા હતા.

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આવકવેરા કાનૂન, ૧૯૬૧ અન્વયે સર્ચ અને સીઝર પછી તપાસ કરવામાં આવે છે જે એસેસમેન્ટમાં પરિણમે છે. કરદાતા દ્વારા આ પ્રકારના એસેસમેન્ટ સામે અપીલ કરી શકાય છે, જેને હાઇકોર્ટ/સુપ્રીમકોર્ટ દ્વારા અંતિમ રૂપ આપવામાં આવે છે. તપાસના પરિમાણને ત્યારે જ જાણી શકાય જ્યારે અપીલોને અંતિમ રૂપ આપવામાં આવે. જેને ધ્યાનમાં રાખતા, જ્યાં સુધી અર્ધ-ન્યાયિક અને ન્યાયિક પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્ચનું પરિમાણ જાણી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.