Abtak Media Google News

ડ્રાઈ વેસ્ટના બે પ્રોસેસીંગ પ્લાન્ટ ઉભા કરવાથી કોર્પોરેશનને થશે વાર્ષિક રૂ.૧.૫૦ કરોડની આવક: વોર્ડ નં.૪ના ટીપીના રસ્તાઓ મેટલીંગથી મઢવા રૂ.૩.૧૯ કરોડ મંજુર

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૧૯ દરખાસ્તોને મંજુરીની મહોર મારી રૂ.૪.૮૮ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. શહેરમાં અલગ-અલગ બે સ્થળે ડ્રાઈ વેસ્ટના પ્રોસેસીંગ પ્લાન્ટ ઉભા કરવાથી મહાપાલિકાને વર્ષે રૂ.૧.૫૦ કરોડની આવક થશે.

Advertisement

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારમાં બગીચા માટેના પ્લોટ ફરતે દિવાલ કરવા રૂ.૨૦.૫૭ લાખ, વોર્ડ નં.૨માં છોટુનગર, પત્રકાર સોસાયટી અને શ્રીમત પાર્કમાં રસ્તાની સાઈડના પડખામાં પેવીંગ બ્લોક નાખવા રૂ.૨૩.૦૪ કરોડ, ફલાવર શોમાં થયેલો રૂ.૪૦.૩૪ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૨, ૧૩, ૧૫, ૩૧, ૧૪, ૧૭ અને ૧૮ના ટીપી રસ્તાઓ પર મેટલીંગ કરવા રૂ.૩.૧૯ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. મહાપાલિકા દ્વારા ડ્રાઈ વેસ્ટના પ્રોસેસીંગ માટે શહેરના રૈયાધાર અને કે.એસ. ડીઝલ પાસે આવેલા ગાર્બેજ કલેકશન સેન્ટર ખાતે બે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. જેના થકી વાર્ષિક રૂ.૧.૫૦ કરોડની આવક થશે. શહેરના જુદા-જુદા ૧૦ રોડ ઉપર લાઈટીંગ પોલ પર કિયોસ્ક દ્વારા જાહેરાતના હકક આપવાના કોન્ટ્રાકટથી રૂ.૧૭.૫૧ કરોડની આવક થવા પામશે. આજે સ્ટેન્ડિંગની તમામ ૧૯ દરખાસ્તોને બ્હાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.