Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં પ્રદ્યુમન પાર્ક ઝુ અને ગાર્ડન વિભાગ લગત જુદા જુદા કામો મંજુર કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને સભ્યશ્રીઓનો બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણીએ આભાર વ્યક્ત કર્યો હતા.

પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે સિંહ, વાઘ, સફેદ વાઘ, સ્લો રીછ અને બબુન વાંદરાના પાંજરામાં એનરીચમેન્ટ કમ શેડ બનાવવાનું તથા બબુન વાંદરાના પાંજરામાં વુડન આર્ટ રેલીંગ કરવાનું કામ રૂ.૧૬,૯૯,૮૬૧/-ના ખર્ચે, પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે રાંદરડા નર્સરી તરફથી કમ્પાઉન્ડ દીવાલ આર.સી.સી. રીટેઈનીંગ વોલ કરવાનું કામ રૂ.૨૪,૪૦,૧૬૬/-ના ખર્ચે, પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે રાંદરડા નર્સરી તરફથી કમ્પાઉન્ડ દીવાલ પેરેલલ મેટલીંગ રસ્તો કરવાનું કામ રૂ.૧૩,૭૨,૭૦૦/-ના ખર્ચે, શહેરના જુદા જુદા વિસ્તારના રોડ ડીવાઈડર્સ પરના બ્યુટીફીકેશન/ટ્રાફિક જંકશન તેમજ બગીચાઓ, વૃક્ષો, શહેરના લગત વિસ્તારોમાં ક્ધટ્રોલ-હાઇપાવર પ્રેશરપમ્પ મશીનરીથી જરૂરિયાત મુજબ વોશિંગ કરવાની ત્રિ-વાર્ષિક કામગીરી કરવાનું કામ, ગાર્ડન શાખા દ્વારા શહેરના જુદા જુદા બગીચાઓ, ચિલ્ડ્રન પાર્કસ વિગેરેની શોભામાં સ્-વિશેષી વધારો થાય તેમજ હરવા ફરવાના સ્થળોની સુંદરતામાં વધારો થાય તેમજ બાળકો વિગેરે પ્રાકૃતિક સ્થળો પ્રતે આકર્ષિત થાય તેવા આશયથી જુદા જુદા બગીચાઓ, ચિલ્ડ્રન પાર્કસ વિગેરે વિસ્તાર માટે ટોપીયરથી ફ્રેમ ફીટીંગ કરવાનું કામ વિગેરે કામ આજની સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. તે બદલ ફરીથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને સભ્યઓનો બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણીએ આભાર વ્યક્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.