Abtak Media Google News

પ્રથમ તબકકામાં કાલાવડ રોડ એકસચેંજની આજુબાજૂનાં
૩ કિ.મી. જેટલા વિસ્તારને અપાયો લાભ: ગ્રાહકો ૨ થી ૧૫ એમબીપીએસની
સ્પીડ માણી શકશે

:બીએસએનએલની કાલાવડ રોડ ખાતેની ટેલીફોન એકસચેંજ ઓફીસ ખાતેથી ગઈકાલે સાંજે ૫ કલાકે જનરલ મેનેજર ધર્મેન્દ્ર શર્માએ વાયરલેસ બ્રોડબેન્ડ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સુવિધાનો લાભ આસપાસનાં ૩ કી.મી. સુધીનાં વિસ્તારનાં લોકોને મળશે.

Advertisement

લેન્ડલાઈન ટેલીફોન ક્ષેત્રમાં બીએસએનએલનો ઈજારાશાહી જેવો દબદબો છે. લેન્ડલાઈન સેવાના કારણે જ બીએસએનએલ ખાનગી કંપનીઓ સાથેની હરિફાઈમાં ટકી રહ્યું છે. બીએસએનએલ માટે શહેરનાં વિસ્તારોમાં ટેલીફોન કેબલ પાથરવો એક પડકાર હતો. વધુમાં ગ્રાહકોને પણ કેબલની ઝંઝટથી ભારે મુશ્કેલી થતી હતી. જેથી બીએસએનએલ બ્રોડબેન્ડનાં ગ્રાહકોને આકર્ષિ શકી ન હતી. પરંતુ હવે બીએસએનએલ આ સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે.

બીએસએનએલનાં જનરલ મેનેજર ધર્મેન્દ્ર શર્માએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બીએસએનએલ દ્વારા શહેરમાં પ્રથમ વખત વાયરલેસ બ્રોડબ્રેન્ડ સુવિધાની શ‚આત કાલાવડ રોડ ખાતેની ટેલીફોન એકસચેંજ ઓફીસથી કરવામા આવી છે. ઓફીસનાં આસપાસનાં ૩ કી.મી. સુધીનાં વિસ્તારનાં લોકોને આ સુવિધાનો લાભ મળશે. વધુમાં આગામી દિવસોમાં વધુ ૧૧ નેટવર્ક ઉભા કરવામાં આવશે. જેથી વાયરલેસ બ્રોડબેન્ડની સુવિધા સમગ્ર શહેરને મળી શકશે.

કેબલ વગરનું કનેકશન હોવાથી ફોલ્ટ ઉભા થવાની શકયતા નહિવત છે. ૨ એમબીપીએસથક્ષ લઈને ૧૫ એમબીપીએસ સુધીની સ્પીડ ગ્રાહક માણી શકશે. વાયરલેસ બ્રોડબેન્ડના ગ્રાહકો માટે ૨૪ કલાક વિશેષ કર્મચારીની સેવા મળશે. પ્લાનની કિમંત સસ્તી રાખવામાં આવી છે. ગ્રાહકને એક દિવસમાં જ ત્વરીત જોડાણ આપવામાં આવશે. જો અનિવાર્ય સંજોગોમાં વાયરલેસ બ્રોડબેન્ડનાં ગ્રાહકોને બીજા શહેરમાં ટ્રાન્સફર થવાનું થાય તો પ્લાન તે જગ્યાએ કાર્યરત થશે. વધુ વિગત માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧-૦૨૮-૦૨૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.