Abtak Media Google News

તબીબી સુવિધાઓને પ્રબળ કરી રાજકોટમાં નૈતિકતા, પારદર્શિતા તથા વિશ્વસનીય સારવાર પુરી પાડવાનો હેતુ

ચસીજી-હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઈઝ લી, ૧૫૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ્સ છે. ગુજરાત રાજયમાં અમદાવાદ અને ભાવનગર બાદની આ ત્રીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટનાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ અને ઓર્થોપેડીકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આર્થરાઈટીસ (સંધીવા)-સાંધાની તકલીફોની માટે પરિસંવાદ-પ્રશ્નોતરી યોજાઈ હતી.

જેમાં ગુજરાતના જાણીતા, અનુભવી સ્પેશ્યાલીસ્ટ ડોકટરો જેવા કે ડો.દિપક દવે, ડો.યુવરાજ લકુમ અને ડો.મિતલ દવે દ્વારા સાંધાના દુખાવાના કારણો અને સર્જરીથી થતા ફાયદા વિશે વિસ્તૃત પૂર્વક જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ બલરામ મીણા દ્વારા હાડકા તથા સાંધાના રોગોના વિભાગનું ઉદઘાટન કર્યું હતું. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આ સંસ્થાના સીનીયર ભાઈઓ તથા બહેનો એચ.સી.જી.હોસ્પિટલની રિપ્લેસમેન્ટ કિલનીકનાં ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી ક્ધસલટીંગ એકસપર્ટ પાસેથી પરિસંવાદમાં વિસ્તૃત માહિતી મેળવેલ. આ પરીસંવાદમાં હાજર રહેનાર દરેક વ્યકિતને વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. દર્દીઓની યોગ્ય સુવિધા અને સારવાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિતી નિયમો અને કાર્ય પઘ્ધતિનું પાલન કરવામાં આવે છે.

ટુંક સમયમાં જ શહેરમાં કેન્સર કેઅર સુવિધા પણ એચસીજી દ્વારા શરૂ કરવામાં આવશે. એચસીજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓર્થોપેડિક, ગેસ્ટ્રોએન્ટરોલોજી, યુરોલોજી, ઈન્ટરનલ મેડીસીન, પલ્મોનરી અને ક્રિટીકલ કેરની સેવાનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર દ્વારા રાજકોટમાં તમામ પ્રકારની એટલે કે ૩૬૦ ડિગ્રી તબીબી સુવિધા પુરી પાડવાનો અમારો હેતુ છે જે વિશ્ર્વાસ નૈતિકતા અને પારદર્શીતાના મુલ્યો સાથે બંધાયેલા છે. એચસીજી હોસ્પિટલ્સ વિશે વિશેષ માહિતી માટે ડો.મનિષ અગ્રવાલ મો.નં.૯૮૨૮૪ ૬૫૬૯૪ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.