Abtak Media Google News

કોરોનાની મહામારી અને લોકડાઉનના પગલે મસ્જિદો બંધ રહેતા ઈશાની અને તરાવીહની નમાઝ ઘરે રહીને પઢવા ઉલ્લેમાઓ અને મૌલવીઓનો અનુરોધ

ઈસ્લામના પવિત્ર તહેવાર રમઝાનનો ચાંદ શુક્રવારે સાંજે દેખાતા શિપા અને સુન્ની ચાંદ કમિટીઓએ રમઝાનનું એલાન કરીને ૨૫ એપ્રિલને શનિવારથી રમઝાનના રોઝાની જાહેરાત કરી હતી. સંયમ, દાનપુન, પરોપકાર અને માનવતાના ઉત્તમ મુલ્યોને ઉજાગર કરતા રમઝાન અને રોઝામાં બંદાઓને આત્મશુદ્ધિ માટે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી અન્ન, જળનો ત્યાગ કરી પવિત્ર જીવન આચરણનો આદેશ આપતા રમઝાન મહિનામાં સંયમના માર્ગે જીવન જીવવાનો હેતુ સિઘ્ધ કરવા મુસ્લિમો અને રોઝાનું આઘ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જાણતા કેટલાક બિનમુસ્લિમ લોકો પણ રોઝા રાખે છે. આ વર્ષે પણ લોકડાઉનની પરિસ્થિતિમાં રમઝાનની ઈબાદત મસ્જિદોમાં નહીં પરંતુ ઘરમાં કરવાની હિમાયત કરવામાં આવી છે. ભારતનાં મુસ્લિમો માટે આ વખતના રમઝાન અને રોઝા ધર્મયારાયણતાની સાથે-સાથે દેશભકિતની ફરજમાં પોતાનું યોગદાન આપવા નિમિત બનશે. રોઝામાં સંયમ, શિસ્ત અને રૂહ એટલે કે આત્માને પરવરદિગાર સાથે જોડવાની કવાયત ગણવામાં આવે છે.

રમઝાન એટલે કે ખાવુ-પીવું. રાતની મોજ મસ્તી અને આનંદનો અવસર નથી. રોઝાદારને દિવસભર અન્ન જળનો ત્યાગ કરી જેવી રીતે દૈહિક ઉપવાસ કરવાની હિમાયત કરવામાં આવી છે તેજ રીતે આત્મશુદ્ધિ માટે દુષ્ટવિચારો, રાગદ્વેષ, કપટને તિલાંજલી, ભાઈચારો, પ્રેમ અને બલિદાનની ભાવના ઉજાગર કરવાની ફરજ કરવામાં આવે છે.

અત્યારે લોકડાઉન છે ત્યારે કદાચ ઈસ્લામના આરંભથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન ભારતમાં મુસ્લિમોને પ્રથમવાર ઘરમાં સાત્વિક એકાંતવાસમાં ઈબાદત કરવાની તક મળશે. ઈસ્લામના પયંગમ્બર હજરત મોહમંદ સાહેબે પણ હિરાગારની ગુફામાં એકાંતવાસ જ ઈશ્ર્વર પ્રાપ્તિ કરી હતી. વરિષ્ઠ શિયા ધર્મગુરુ અને ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડના મૌલાનો કલ્બેસાદિહે ગુરુવારે જાહેરાત કરી હતી કે, ૨૫મી તારીખે પ્રથમ રોઝુ થશે. રમઝાન મહિનામાં સુર્યોદયથી સુર્યાસ્ત સુધી ઉપવાસ વિશ્ર્વભરના મુસ્લિમો ઈબાદતમાં મશગુલ થઈ જાય છે. મુસ્લિમો ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ રોઝા રાખે છે.

શુક્રવારે લખનઉમાં એસબાગ ઈદગાહે ચાંદ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુન્ની મરકઝ ચાંદ કમિટીના આલીદરશીદ ફરંગી મહાલીએ ચાંદનું એલાન કર્યું હતું. શિયામરકઝ ચાંદ કમિટીના મૌલાના શેખ અબ્બાસે પણ ચાંદ દર્શનનું સમર્થન કર્યું હતું.

કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગલે થોડા દિવસો પહેલા જ સમગ્ર દેશના મુસ્લિમોને રમઝાન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોની જાળવણી અને ઘરની અંદર જ ઈબાદત અને સુન્ની મહઝબમાં જેનું ખુબ મહત્વ છે. તે તરાવીની નમાઝોનું મસ્જિદોમાં આયોજન કરવાની અપીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.