Abtak Media Google News

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે તેના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. નવા વ્યાજદર 1 ઓગસ્ટથી અમલમાં આવશે. બેન્કના જણાવ્યા મુજબ, ઘટતા જતા વ્યાજદર અને સરપ્લસ લિક્વિડીટીના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બેન્કે લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટમાં રીટેલ સેગમેન્ટમાં 20 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે જયારે બલ્ક સેગ્મેન્ટમાં 35 બેઝીસ પોઈન્ટ ઘટાડ્યા છે. તેવી જ રીતે 179 દિવસ કે તેથી ઓછા સમય માટેની ડીપોઝીટમાં 50-75 બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.