Abtak Media Google News

વોર્ડ નં.1 અને 11માં નવા ભળેલા વિસ્તરોમાં ડીઆઇ પાઇપલાઇન બીછાવાશે

8 મહાપાલિકા અને1ર પાલિકાઓમાં અત્યાર સુધીમાં 674 કરોડ રૂપિયાના કુલ પ94 કામો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજુર  કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ર4 કરોડ રૂપિયાના વધુ 3 કામો માટે મંજૂરી આપી છે.

Advertisement

આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોને રસ્તા-પાણી-સ્ટ્રીટ લાઇટ-ડ્રેનેજની પ્રાથમિક જરૂરિયાત સહિતની સુવિધાના કામોનો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો તરીકે સમાવેશ કરાયો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે અત્યાર સુધીમાં પ્રાથમિક જરૂરિયાતના પ94 કામો માટે  કુલ 674 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ વિકાસ કામો અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ સુવિધાના કામો સહિતના કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં-93, વડોદરામાં-80, સુરતમાં-134, રાજકોટમાં-14, ભાવનગરમાં-પર, જામનગરમાં-2, જૂનાગઢમાં-9 અને ગાંધીનગરમાં-3 એમ 8 મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં કુલ 387 કામો માટે 6ર9 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

આ કામો અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર વિકાસના 3 કામો માટે ર4.3ર કરોડ રૂપિયાના કામો માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ વિકાસ કામોમાં રાજકોટ મહાનગરના વોર્ડ નં. 1 માં તથા વોર્ડ નં. 11 માં નવા ભળેલા મોટા મવા વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇનના નેટવર્કના કામોનો સમાવેશ થાય છે.

રાજકોટ મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.

મુખ્યમંત્રીએ 8 મહાનગરો સાથે 1ર જેટલી નગરપાલિકાઓમાં પણ આઉટગ્રોથ વિસ્તારના કુલ ર07 વિકાસ કામો માટે અત્યાર સુધીમાં એટલે કે પાછલા બે વર્ષમાં કુલ 44.પ6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

તદ્દઅનુસાર, ભુજ, દ્વારકા, ગોંડલ, અમરેલી, વેરાવળ-પાટણ, માંડવી-કચ્છ, અંજાર, રાપર, પાલનપૂર, માળિયા-મિયાણા, જેતપૂર-નવાગઢ તથા સાવરકુંડલા નગરપાલિકાઓને આ રકમ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોના હેતુસર ફાળવવામાં આવેલી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ ઉજવણી વર્ષ 2010 માં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની ભાવના સાથે શરૂ કરાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારે નગર સુખાકારીના વિકાસ કામોને ગતિ આપતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને આ વર્ષના બજેટમાં રૂ.8086 કરોડની જોગવાઇ સાથે ર0ર4 સુધી લંબાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.