Abtak Media Google News

કોરોના, ડેન્ગ્યુથી બચવા કલેકટર કમિશનરની અપીલ

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યકક્ષાના કોરોના નોડલ ડો.કમલેશ ઉપાધ્યાયે જામનગરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. આ તકે નગરજનોને કલેક્ટર-મ્યુનિ કમિશ્નરે કોરોના-ડેન્ગ્યુથી બચવા ફરીથી અપીલ કરી હતી.

Advertisement

ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટર કચેરીમાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરના વિસ્તાર પ્રમાણે વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ, દર્દીઓના તથા મૃત્યુ, સારવારની પદ્ધતિ અને તંત્ર દ્વારા અટકાયત માટે ક્યા પ્રકારના પગલા લઈ જામનગરને આ કાળમુખા કોરોનાી બચાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી. આ તકે કલેક્ટર રવિશંકર અને કમિશ્નર સતીષ પટેલે જામનગરવાસીઓને કોરોના કપરા સમયમાં બચવા માટે ઘરમાં રહેવા તેમજ વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દિપક તિવારી, જામનગરના કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.