Abtak Media Google News

ફાટેલા આભને થીંગડાદેવાં જેવી શેર બજારની અને બેંકો-અર્થતંત્રમા ઉથલપાથલનાં રાતોરાત પડેલા ગાબડાઓની સ્થિતિ : કથળેલી નાણા-નીતિને સમજવા તથા યુધ્ધનાં ધોરણે લેવાં જોઈતાં પગલા સંબંધમાં ચર્ચા-વિચારણા કરવા નાણા-મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમજ રિઝર્વ બેંક વરિષ્ઠ ઓફિસરોની તાકીદની બેઠક યોજવાની નાણામંત્રીને ફરજ પડવાના સંજોગો : રાજયસભાની પ્રતિષ્ઠાભીની ચૂંટણી વખતે જ દેશની સામે અસાધારણ આર્થિક રાજકીય પડકારો !

‘એક સાંધીએ ત્યાં તેર તૂટે’ અને ‘એક ડગલું આગળ તો બે ડગલાં પાછળ’ જેવી કફોડી હાલતમાં દેશનો વિકાસ સાધવાની સરકારની સામે ચેલેન્જ: ‘યે કહાની હૈ દિયે કી ઔર તુફાનકી’ જેવી કસોટીના સંજોગો: આખા દેશે સરકારની પડખે ઉભા રહેવાનો વખત ! ‘કોરોના’ની સંતાકુકડી’ પ્રતિ સાવધાન રહેવાનું પણ અનિવાર્ય વિશ્ર્વના કોઈપણ દેશને માટે અને માનવ માત્રની જીવનયાત્રામાં એમની આકરી કસોટી થવાની ઘડી કયારેક ને કયારેક તો આવે છે. એમ વિશ્ર્વની અને માનવજીવનની ઘટમાળો દર્શાવે છે.

6.Saturday 1

આપણા દેશની અત્યારે એવી હાલત હોવાનો ખ્યાલ ઉપસે છે.જાણીતા ફિલ્મ નિર્માતા અને સફળ અભિનેતા-દિગ્દર્શક વ્હી. શાંતારામની એક ફિલ્મમાં એક આવી જ હાલતનો ખ્યાલ આપતું ગત આવે છે; ‘યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી’આ ગીતની પહેલી લીટી એવું દર્શાવે છે કે, ‘નિર્બલ સે લડાઈ બલવાન કી…’આપણા દેશની સરકારે એની સામે આવી પડેલી મુશિબતોની હારમાળા વચ્ચે તે નિર્બળ નીવડે છે કે બળવાન નીવડે છે તે આપણે જોવાનું છે.

જોકે એનો આધાર તો આ દેશની પ્રજા ઉપર, એની દેશભકિત ઉપર, એની એકાત્મતા ઉપર, એની નીતિમતા ઉપર, એની સાંસ્કૃતિક પ્રબળતા ઉપર, એની યુવા પેઢીના સામર્થ્ય ઉપર, એના તમામ વ્યવહારોની પવિત્રતા તેમજ પ્રમાણિકતા ઉપર,એની મતિશુધ્ધતા ઉપર અને એના ‘સત્યમેવ જયતે’ ના મંત્રની પાલનતા ઉપર રહેશે.

આ દેશમાં આઝાદીનાં પોણોસો વર્ષમાં બે-ત્રણ વર્ષ જ બાકી રહ્યા છે એટલે વર્ષે પણ કુલ વસ્તીનાં ૬૫ ટકાથીયે વધુ પ્રજા ગરીબી રેખા હેઠળ અને ૮૫ ટકા વસ્તી ગરીબાઈની હાલતમાં જીવે છે. એમને મૂઠ્ઠીભર ધનિકોનાં સંતાનો જેટલી કેળવણીની ઉમદા તકો પ્રાપ્ત થતી નથી. પૂરતું પોષક ખાવા પીવાનું મળતું નથી. અંગો ઢંકાય એવા વસ્ત્રો મળતા નથી. કારાગાર સમા ઝુંપડાઓમાં રહેવું પડે છે. નર્કાગાર સમી છાપરાં અને બારી-બારણાઓ વગરની નિશાળોમાં ભણવું પડે છે.

એક નાટકારે એવું ગીત લખેલું કે, ‘ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે…આજેય આપણા ફસ્બાઓ, ગ્રામ્ય પ્રદેશોમાં ગરીબોની આવી હાલત છે ! આપણા બધા જ ગરીબો કેટલાક ગરીબો કયારેકેય સાચા અર્થમાં શ્રીમંતો બને એમ નથી.શ્રીમંતો તેમની સંપત્તિના ટ્રસ્ટીઓ બન્યા નથી.આપણો દેશ અત્યારે અસંખ્ય મુશિબતોમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસોમાં એણે કલ્પનાતીત મુસિબતો નિહાળવી પડી છે.

ફાટેલા આકાશને થીગડાં દેવા જેવી શેરબજારની અને બેંકો અર્થતંત્રમાં ઉથલપાથલનાં રાતોરાત પડેલા ગાબડાંઓની સ્થિતિ ગળે ઉતારવી પડી છે. કથળેલી નાણાસ્થિતિને અને નાણા નીતિને સમજવા તેમજ યુધ્ધનાં ધોરણે લેવા જોઈતા પગલાં સંબંધમાં ચર્ચા-વિચારણા તથા પરામર્શ અર્થે નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમજ રિઝર્વ બેંકનાં વરિષ્ઠ ઓફિસરોની તાકીદની બેઠક યોજવાની નાણામંત્રીને ફરજ પડવાના સંજોગો ઉભા થયા છે. રાજયસભાની પ્રતિષ્ઠાભીની ચૂંટણી વખતે જ દેશની સામે અસાધરણ આર્થિક રાજકીય પડકારો જાગ્યા છે.‘એક સાંધીએ ત્યાં તેર તૂટે’ અને એક ડગલું આગળ, તો બે ડગલા પાછળ’ જેવી કફોડી હાલતમાં દેશનો વિકાસ સાધવાની સરકારની ચેલેન્જ ઉભી થઈ છે.

‘યે કહાની હૈ દિયે કી ઔર તુફાનકી’ જેવી કસોટીના આ સંજોગોમાં આખા દેશે સરકારની પડખે ઉભા રહેવાનો આ સમય છે !‘કોરોના’ની સંતાકુકડી પ્રતિ પણ સાવધાન રહ્યા વિના નહિ ચાલે, કારણ કે એની અસ્થિરતા આવી સાવધાનીને અનિવાર્ય બનાવે છે.શેર બજારથી માંડીને કોરોના સુધીની ઉથલ પાથલો ભલે આવી ને ગઈ, તો પણ દેશને એનાથી ઘણી હાનિ પહોચી છે. એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.