Abtak Media Google News

ભારે અજંપા વચ્ચે સ્થિત થાળે: જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની પોલીસને દોડાવાય

અબતક,પોરબંદર

પોરબંદરમાં  દરગાહ પર ડીમોલીશનને લઈને લઘુમતી સમાજના ટોળા રસ્તાઓ પર નીકળી ગયા હતા અને આ ટોળાને પોલીશ દ્વારા રોકવામાં આવતા પોલીશ જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને પોરબંદર ના ઉદ્યોગનગર પોલીશ સ્ટેશનમાં ટોળામાં સામીલ 125 જેટલા શખ્સોના નામ સહીત 1 હજાર જેટલા લોકોના ટોળા વિરુધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પોરબંદર વહીવટી વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે ઉદ્યોગનગર સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ મુરાદશાહ પીર ની દરગાહ ના બાંધકામ નું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી લઘુમતી સમાજ ના લોકોમાં ભારે રોશ જોવા મળી રહ્યો હતો. તો ગઈકાલે લઘુમતી સમાજ ના 1 હજાર થી વધુ લોકો આ ડીમોલીશન કરેલ દરગાહ તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ ટોળા ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ટોળુ બેકાબુ બનતા પોલીસ દ્વારા 3 રાઉન્ડ ટીયરગેસ ના છોડવામાં આવ્યા હતા જેથી ટોળું વિફયુઁ હતું અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પોલીસે ટોળાને વિખેરવા હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં ટોળામાં સામેલ રપ જેટલા લોકોને ઇજાઓ પહોચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પથ્થરમારામાં પાંચ જેટલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત બનતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોરબંદરની સરકારી  ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ત્યારે આ ઘટના બાદ પોલીસે ઉદ્યોગનગર પોલીશ સ્ટેશનમાં ટોળામાં સામીલ 125 જેટલા લોકોના નામ સાથે 1 હજાર જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. તો પોલીસ દ્વારા વીડિઓ તેમજ અન્ય સોર્સની મદદ થી અમુક શખ્સો ની ખરાઈ કરી અટકાયત પણ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.