Abtak Media Google News
  • સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પથ્થરમારો થયો

     

  • આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા

સુરત ન્યૂઝ

સુરતમાં એક મોટી ઘટના સામે આવી છે જેમાં અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન AasthaTrainપર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં બે-ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા.Whatsapp Image 2024 02 12 At 10.33.30 D288F7C4

સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન (Aastha Train )પર નંદુરબાર નજીક રાત્રે 10:45 વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં બે-ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા.Whatsapp Image 2024 02 12 At 10.33.30 D288F7C4 1

સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા થઈ ન હતી, પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી. ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે, અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી.

મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખળખોરોની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે.

ભાવેશ ઉપાધ્યાય

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.