Abtak Media Google News

સમજાવટને સારો પ્રતિસાદ:કોર્પોરેશન, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગનું સંયુક્ત ચેકીંગ

રાજકોટમાં ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને દુર કરવા ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ અભિયાન સમાજ સુરક્ષા ખાતુ-રાજકોટ  અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-રાજકોટના લીડ રોલ સાથે રાજકોટ પોલીસ તથા  કોર્પોરેશન સ્ટાફ દ્વારા સયુંક્ત પને ચલાવવામાં આવે છે.  આ અભિયાનમાં રાજકોટ શહેરમા કુલ-4 ઝોન બનાવી ભિક્ષુકો જે જગ્યા પર ભિક્ષાવૃતિ કરે છે તે તથા તેઓનાં રહેણાંકનાં વિસ્તાર ખાતે કુલ 4 ટીમો દ્વારા ભિક્ષાવૃતિ કરતા મહિલા/પુરૂષો તથા બાળકોનું રૂબરૂ કાઉન્સેલીંગ કરી ભિક્ષાવૃતિ બંધ કરવા સમજાવવાની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહીમાં ખુબ જ સારૂ પરિણામ મળી રહેલ છે.

આ કામગીરીને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે. આ કામગીરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ, મ્યુનિ. કમિશ્નર રાજકોટ, જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ, પોલીસ કમિશ્નર રાજકોટના અધિકારી/કર્મચારીઓ દ્વારા સંયુક્તપણે ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કુલ-4 ઝોન બનાવી ભિક્ષુકોની આઇડેન્ટીફાય જગ્યા પર જઇ તમામ ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને આ કામગીરી બંધ કરી પોતાના રહેણાંક ખાતે જતા રહે અને અન્ય ધંધો/રોજગાર કરી સ્વનિર્ભર જીવન જીવે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવેલ છે ત્યારબાદ આ કામગીરીમાં જોડાયેલ તમામ વિભાગો દ્વારા ભિક્ષુકો સામે રાઉન્ડઅપની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.