Abtak Media Google News

પાક વીમામાં થયેલા અન્યાય મુદ્દે ખેડૂતો આકરા પાણીએ: કોંગ્રેસની આગેવાનીમાં મામલતદારને

આવેદન પાઠવ્યું: રસ્તા વચ્ચે ઘાસ સળગાવી રોષ ઠાલવ્યો: ૩૦થી વધુની અટકાયત

પડધરીમાં પાક વીમા પ્રશ્ને ખેડૂતોએ આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. જેમાં કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી રસ્તા રોકો આંદોલન ચલાવ્યું હતું. આ દરમિયાન તેઓએ રોડ વચ્ચે ઘાસ સળગાવી રોષ ઠાલવ્યો હતો. બાદમાં પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે ૩૦થી વધુ ખેડૂતો સામે અટકાયતીના પગલા લીધા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પડધરી તાલુકાને સરકાર દ્વારા ૧૦૦ ટકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં વીમા કંપનીએ ઝીરો ટકા વીમો જાહેર કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ભારતીય કિસાન સંઘ અને કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોએ આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. જેમાં ભારતીય કિશાન સંઘના હોદ્દેદારો તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર પણ ઉપસ્થિત રહ્યાં હતા.Vlcsnap 2019 04 01 14H24M18S42

સૌપ્રથમ ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. ત્યારબાદ રસ્તા રોકો આંદોલન ચલાવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોએ ઘાસ સળગાવી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. આ વેળાએ પોલીસ વચ્ચે આવી પડતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. બાદમાં પોલીસે ૩૦થી વધુ ખેડૂતોની અટકાયત પણ કરી હતી.

ભારતીય કિશાન સંઘે આવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં પુરતા વરસાદના અભાવે બે તાલુકાઓ પડધરી અને વિંછીયા તાલુકાને અછતગ્રસ્ત રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને બીજા અન્ય સાત તાલુકાઓને અર્ધઅછત જાહેર રાખેલ છે. ખેતીનો ખરીફ પાક નિષ્ફળ ગયેલ છે અને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરેલ છે જે સરકારનું ખુદનું રેકોર્ડ બોલે છે. અછતની પરિસ્થિતિના પરિણામે ખેડૂતો તથા માલધારીઓના આર્થિક અને ઘાસચારાની મુશ્કેલીના ઘણા બધા ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે.

ખેડૂતોની વિષમ પરિસ્થિતિને કારણે ૨૯ જેટલા ખેડૂતોએ ચાલુ વર્ષમાં આપઘાતનો આસરો લીધેલ છે. ગંભીર અને કથળેલી ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ અગાઉ ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્નો તેમને સહાયભૂત થવા અને આર્થિક રીતે કંગાળ અને પાયમાલ બનેલ ખેડૂતોને બચાવવા સરકારને પ્રથમ તા.૮-૧૦-૨૦૧૮ના રોજ ત્રણ હજાર જેટલા જિલ્લાના ખેડૂતોએ ૨૫ મુદ્દાનું આવેદનપત્ર આપેલ હતું. પરંતુ પાક વીમાની રકમ ચૂકવણીમાં સરકારની નીતિ નકારાત્મક અને દુર્લભ સેવતી જણાયેલ છે.Vlcsnap 2019 04 01 14H24M58S185

આ સાથે આવેદનમાં ભારતીય કિસાન સંઘે આવેદનમાં આગામી દિવસોમાં ગામડાઓ બંધ, ચીજવસ્તુઓનું વેંચાણ બંધ,રસ્તા રોકો આંદોલન, ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે રાજકીય નેતાઓની પ્રવેશબંધી, મતદાનના બહિષ્કાર, ઉપવાસ આંદોલન અને સ્વૈચ્છીક મૃત્યુ માટે મંજૂરી માંગવી સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી છે.ખેડૂત, ખેતી અને ગામડું બચાવવાના નારાઓ લગાવનાર ધારાસભ્ય લલીતભાઈ કગથરા ખેડૂતોના કાર્યક્રમમાં ગેરહાજર

તારીખ ૧ ૪ ૨૦૧૯ ના રોજ સવારે કિસાનસંઘ દ્વારા મામલતદારને પાક વીમા અંગે આવેદનપત્ર આપવામાં આવે આ કાર્યક્રમમાં ૨૫૦૦ થી પણ વધારે ખેડૂતો પોતાના કામ મૂકી પોતાના પાકવિમાની માંગણી કરવા હાજર રહ્યા હતા પરંતુ પડધરી ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ કગથરા કે જેઓ ખેડૂત, ખેતી અને ગામડું બચાવવાના નારાઓ જોરશોરથી લગાવી રહ્યા છે ત્યારે ખુદ જ આ ખેડૂતોના કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.  વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોએ લલિતભાઈને ખોબલે ને ધોબલે મત આપી જંગી બહુમતીથી જીતાવ્યા હતા જેથી આવડા મોટા કાર્યક્રમમાં ધારાસભ્ય હાજર ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને લલિતભાઈ નો વિરોધ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.