Abtak Media Google News

ગુજરાતની ૧, મહારાષ્ટ્રની ૨ અને રાજસ્થાનની ૬ બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા: ગુજરાતની બાકી રહેતી ૧૨ બેઠકો માટે આજે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આજે ગુજરાતની ૧, મહારાષ્ટ્રની ૨ અને રાજસ્થાનની ૬ સહિત લોકસભાની કુલ ૯ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપ મહેસાણા બેઠક માટે હજી ઉમેદવાર શોધી રહ્યું છે ત્યારે કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પરથી પૂર્વ આઈએએસ એ.જે.પટેલને મેદાનમાં ઉતાર્યા છે. રાજયની બાકી રહેતી ૧૨ બેઠકો માટે કોંગ્રેસ આજ સાંજ સુધીમાં પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

ગુજરાતની મહેસાણા બેઠક માટે કોંગ્રેસે એ.જે.પટેલ, મહારાષ્ટ્રના રવેર બેઠક માટે ડો.ઉલહાસ પાટીલ, પુણે બેઠક માટે મોહન જોષી, રાજસ્થાનની ગંગાનગર (એસસી) બેઠક માટે ભારતરામ મેઘવાલ, જયપુર (‚રલ) બેઠક માટે ક્રિષ્ના પુનીયા, અજમેર બેઠક માટે રીઝુ ઝુનઝુનવાલા, રાજસમાદ બેઠક માટે દેવકીનંદન ગુર્જર, બિલવાળા બેઠક માટે રામપાલ શર્મા અને ઝાલાવર-બરાન બેઠક માટે પ્રમોદ શર્માના નામની જાહેરાત આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અવધી આગામી ગુરુવારે પૂર્ણ થઈ રહી છે. કોંગ્રેસે રાજયની ૨૬ પૈકી ૧૪ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બાકીની ૧૨ બેઠકો માટે કોંગ્રેસ આજ સાંજ સુધીમાં પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.