Abtak Media Google News

અરબી સમુદ્રમાં પણ મોનસુન કરન્ટ પકડાયો: ગુજરાતમાં ૨૦ થી ૨૫ જુલાઈ દરમિયાન વરસાદ પડે તેવી શકયતા

છેલ્લાં એક પખવાડિયાથી હિમાલય તળેટીમાં નૈઋત્યનું ચોમાસું હવે દક્ષિણ તરફ થોડુ ગતિ કરી રહ્યું છે જે સારા સંકેતો છે. આગામી ૨૦ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગનાં સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Advertisement

મોનસુન ટ્રફ છેલ્લા એક પખવાડિયાથી હિમાલયની તળેટીમાં સ્થિર હોવાનાં કારણે બિહાર અને આસામ સિવાયનાં રાજયોમાં ચોમાસું નિષ્ક્રીય થઈ ગયું હતું. આ બંને રાજયોમાં પુરપ્રકોપ જેવી સ્થિતિ જોવા મળતી હતી. દરમિયાન છેલ્લાં એકાદ દિવસથી હિમાલયની તળેટીમાં સ્થિર ચોમાસું હવે દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ છેલ્લા ૨૪ કલાકથી મોનસુન કરન્ટ જોવા મળી રહ્યો છે અને વાદળો બંધાઈ રહ્યા છે. આગામી દિવસોમાં મધ્ય અને પશ્ર્ચિમ ભારતનાં રાજયોમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. ૨ થી ૩ દિવસમાં કેરલ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સારો વરસાદ પડી શકે છે. ચોમાસાની નિયમિત ધરી ગંગાનગરથી ઉતર અને દક્ષિણ તરફ રહે છે જે હવે પકડાય તેવું લાગી રહ્યું છે. આગામી ૨૦ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સારા વરસાદ વરસે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.