Abtak Media Google News

એરપોર્ટથી યાજ્ઞીક રોડ સુધી તમામ માર્ગો પર પ્રવેશબંધી અને નો પાકીંગ

 

Advertisement

અબતક, રાજકોટ

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તા. 31મી એટલે કે શુક્રવારના રોજ રાજકોટના પ્રવાસે છે. ત્યારે શહેરમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને હાલાકીનો સામનો ન પડે તે માટે પોલીસ દ્વારા રોડ શો માં બંધ રહેતા રસ્તાઓની યાદી આપવામાં આવી છે અને તે માર્ગનાબદલે બીજા કયા માર્ગો પરથી વાહન પસાર કરી શકાશે તે પણ જણાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી એરપોર્ટથી નીચે જણાવેલ રૂટ પરથી પસાર થવાના છે તેમજ રોડ શો કરનાર હોય અને આ રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને સરળતાથી પસાર થઇ શકે તેમજ આમ જનતાને કોઇ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર નીચે મુજબ રસ્તાઓ તા.31ના કલાક 09:00 થી 13:00 સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નો પાર્કિંગ” જાહેર કરવામાં આવનાર છે, જેથી જાહેર જનતાને અગવડતા ન પડે છે.

તે માટે એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ ગીતગુજરી શેરી નં. 3થી રૈયા રોડથી હનુમાનઢી ચોક નીર્મલા રોડથી કોટેચા ચોક, કાલાવાડ રોડ ટાગોર રોડથી જઈ શકશે, પોલીસ હેડકવાટરથી જુની એન.સી.સી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ પોલીસ હેડકવાટરથી જામનગર રોડ એરપોર્ટ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો જામનગર રોડ ભોમેશ્ર્વરથી અથવા સાંઢીયા પુલથી શીતલ પાર્ક વાળા રોડથી જઈ શકશે, ફકત એરપોર્ટ જવા માટે જામનગર રોડ ભોમેશ્ર્વરથી એરપોર્ટ ફાટકથી એરપોર્ટ સુધી જઇ શકશે, રૈયા રોડ આમ્રપાલી અંડર બ્રીજથી કિશાનપરા ચોક એક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ આઝાદ ચોકથી સ્વામીનારાયણ મંદિર પાછળના ભાગેથી કાલાવાડ રોડ મહીલા અંડર ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક, ભારત ફાસક્રુટથી યાજ્ઞીક રોડ તરફ જઈ શકશે, મહીલા અંડર બ્રીજથી કિશાનપરા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ મહીલા અંડર ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક, ભારત ફાસક્રટથી યાજ્ઞીક રોડ તરફ જઈ શકશે, ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો મોટી ટાંકી ચોકથી જીમખાના રોડથી યાજ્ઞીક રોડ હરીભાઇ હોલથી ટાગોર રોડ મહીલા અંડર બ્રીજ તરફ જઈ શકશે, ગેલેકસી 12 માળના બિલ્ડીંગથી જીલ્લા પંચાયત ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો સરકીટ હાઉસથી ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, જીમખાના રોડથી યાજ્ઞીક રોડ હરીભાઇ હોલથી ટાગોર રોડ મહીલા અંડર બ્રીજ તરફ જઈ શકશે, ભીલવાસ ચોકથી યાજ્ઞીક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો મોટી ટાંકી ચોક, જીમખાના રોડથી યાજ્ઞીક રોડ હરીભાઇ હોલથી ટાગોર રોડ મહીલા અંડર બ્રીજ તરફ જઈ શકશે, હરીભાઇ હોલથી યાજ્ઞીક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો હરીભાઇ હોલથી ટાગોર રોડ મહીલા અંડર બ્રીજ તરફ જઈ શકશે, યાજ્ઞીક રોડ ઉપર આવેલ પશ્ચીમ તરફની તમામ શેરીઓમાથી યાજ્ઞીક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો ટાગોર રોડ ઉપરથી જઈ શકશે, યાજ્ઞીક રોડ ઉપર આવેલ પુર્વ તરફની તમામ શેરીઓ માંથી યાજ્ઞીક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ કરી તેની જગ્યાએ તમામ પ્રકારના વાહનો જીમખાના રોડ ઉપરથી જઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.