Abtak Media Google News

ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા એમ્પ્લોઝ યુનિયન તેમજ નેશનલ ગ્રામીણ ડાક સેવા એમ્પ્લોઝ યુનિયન તથા નવી દિલ્લી ના આદેશ થી અમરેલી જિલ્લાના ડાક સેવા તા ૨૨,૫,૨૦૧૮ મંગળવાર ના દિવસ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે

Advertisement

અમરેલી પોસ્ટ ઓફીસ હેઠળ આવતી ગ્રામ્ય વિસ્તાર ની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફીસ ના કર્મચારી તા ૨૨-૫-૨૦૧૮ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ ઉપર ઉતરી ગયા છે જે તમામ કર્મચારી સાતમા પગારપચની માગણી ની તેમજ આઠ કલાકની નોકરી આપવી વગેરે પ્રશ્નો સાથે તમામ જી.ડી.એસ.કર્મચારી હડતાલ ઉપર હોવાથી ગ્રામ્ય વિસ્તારોનો ટપાલ વ્યવહાર ઠપ્પ થઈ ગયોછે

અમરેલી જિલ્લામાં જે ડાક વિભાગો પ્રભાવિત થયો છે તે અમરેલી જિલ્લામા અમરેલી,બગસરા,વડિયા,સાવર કુંડલા,ધારી,લાઠી,સહિતના વિસ્તારોમાં કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે અને આ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ધ અમારી માંગો પુરી કરો.ના નારા લાગ્યા છે

સરકાર દ્વારા અમારી માંગણીઓ ન સ્વીકારાય ત્યાંસુધી અચોક્કસ મુદ્દતની હળતાલ ઉપર અને ત્યાં સુધી કામગીરી થી અમો દૂર રહીશું  અને જ્યા સુધી માંગણી ઓ મંજુર કરવામાં નહિ આવે ત્યાં સુધી અમારા યુનિયન ના આદેશ પર કાયમ રહીશું

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.