Abtak Media Google News

૨૧ જુન વિશ્વ યોગ દિન રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા સ્વીમીંગ પુલમાં બહેનો દ્વારા એકવા યોગા કરવામાં આવશે.

ક્વા યોગા માટે વંદનાબેન ભારદ્વાજ તથા અલ્પાબેન શેઠ દ્વારા તડામાર તૈયારી.

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમન આશિષભાઈ વાગડિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા વિચાર રજુ કરેલ. જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને ૨૧ જુનના રોજ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા પણ જુદા જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.

ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (રેસકોર્ષ), સરદાર વલ્લભભાઈ સ્વીમીંગ પુલ (કોઠારીયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ), ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૮૦૦ થી વધુ બહેનોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને હજુ વધુ બહેનો જોડાશે. અલ્પાબેન શેઠ તથા વંદનાબેન ભારદ્વાજે જણાવેલ કે, ગ્રાઉન્ડમાં જે યોગા કરાવવામાં આવનાર છે તે તમામ યોગા બહેનો દ્વારા પાણીની અંદર કરવામાં આવનાર છે. જેમકે ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન તેમજ ખાસ વિશેષમાં ફેસ યોગા કરવામાં આવનાર છે. જેમાં બલુન પોઝ, સીટ પોઝ, લાયન પોઝ વિગેરે એક વિશેષતા હશે.

એક્વા યોગાસન માટે અલ્પાબેન શેઠ તેમજ વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ યોજાનાર યોગામાં દીવ્યાંગો, ડાયાબિટીસ તેમજ થેલેસીમીયા ધરાવતા શહેરીજનો માટે ઉપરાંત એન.સી.સી. અને એન.એસ.એસ. કેડેટ માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં શહેરની જુદી જુદી સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓનો પણ ખુબ જ સહયોગ મળી રહ્યો છે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ એક અભિન્ન અંગ છે. યોગથી શરીરમાં ખુબ જ ઉર્જાનો સંચય થાય છે. તેમજ શરીરની તંદુરસ્તી માટે યોગ ખુબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુનના રોજ યોજાનાર યોગ કાર્યક્રમમાં જોડાવવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રીએ શહેરીજનોને અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.