Abtak Media Google News

પશ્ચિમ રેલવે પર પ્રથમવાર અમદાવાદ ડિવિઝન પર અમદાવાદની ચાલવાવાળી સ્વર્ણ જયંતિ રાજધાની તથા ગુજરાત મેલમાં કૅપ્ટન ધી ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અજય પ્રકાશે આ જાણકારી આપતાકહ્યું કે 19 થી અમદાવાદની ચાલવાવાળી ગુજરાત મેલ તથા સ્વર્ણજયંતિ રાજધાની એકસપ્રેસમાં ઓ સુવિધા પ્રારંભ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં કેપ્ટન ઓફ ધી ટ્રેન, ટ્રેનમાં ઓવરઓલ લીડર તથા બધા જ ઓન બોર્ડ રેલવે સ્ટાફ તથા આઉટસોર્સ સ્ટાફનો ઈચાર્જ રહેશે જે મુસાફરોને ઓનબોર્ડ આપવાની બધી જ સુવિધાઓની વ્યવસ્થા માટે જવાબદાર રહેશે.

Captain Of The Train

તેઓએ જણાવ્યું કે ટ્રેન કેપ્ટનને પોતાના યુનિફોર્મની સાથે હાથ પર બેજ પહેરવાનું રહેશે જેની પર કેપ્ટન ઓફ ધી ટ્રેન અંકિત થશે જેનાથી મુસાફર તેને સરળતાથી ઓળખી શકે. ટ્રેનમાં કાર્યરત બધા જ કર્મચારી કે જેઓ રેલવે દ્વારા હોય કે આઉટસોર્સ થી દરેક ને ટ્રેન કૅપ્ટનને રિપોર્ટ કરવાની રહેશે તથા તેના દ્વારા આપવામાં આવેલ આદેશોનું પાલન કરવાનું રહેશે. ટ્રેન કેપ્ટન ના આદેશોને મુસાફરોના હિત માં પાલન નહીં કરવા પર રેલપ્રશાસન તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.

અમદાવાદ થી ચાલવાવાળી આ બંને ટ્રેનોના રિઝર્વેશન ચાર્ટમાં કેપ્ટન ઓફ ધી ટ્રેનનું નામ તથા મોબાઈલ નંબરનું પણ
ઉલ્લેખ કરવામાં આવ્યું છે તથા સ્વર્ણજયંતિ રાજધાની એકસપ્રેસમાં પબ્લિક ઍનાઉસમેંટ સિસ્ટમ હોવા થી કેપ્ટન ઓફ ધી ટ્રેનનું નામ અને મોબાઈલ નંબર થી મુસાફરોને બતાવવામાં આવી રહ્યું છે જેથી જરૂરીયાત સમયે તેમનો સંપર્ક કરી શકાય,
શ્રી અજય પ્રકાશે આ પણ બતાવ્યું કે અમદાવાદ થી ચાલવાવાળી કાવતી એકસપ્રેસ તથા ડબલડેકર ટ્રેનોમાં પણ આ
સુવિધાનું ટૂંક સમચમાં પ્રારંભ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.