Abtak Media Google News

કાલે સૌરાષ્ટ યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આંતર કોલેજ યોગા સ્પર્ધા યોજાશે: કુલપતિ ભીમાણી, મેયર પ્રદીપ ડવ અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ હાજરી આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને મોરબીની ઓમ કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ભાઈઓ-બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી કોલેજના 60થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી.

Advertisement

Photo 2022 08 28 06 41 09

 

ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સીન્ડીકેટ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.મળતી માહિતી મુજબ ભાઈઓ બહેનોની આજે ચેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 60થી વધુ ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો અને અંતે રાજકોટની સદ્ગુરુ મહિલા કોલેજની વિધાર્થીની પ્રથમ રહી હતી.

Photo 2022 08 28 06 41 07

આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્દોર સ્ટેડિયમ ખાતે સવારે 10 કલાકથી ભાઈઓ-બહેનોની યોગા સ્પર્ધા યોજાશે. જેમાં કુલપતિ ભીમાણી, મેયર પ્રદીપ ડવ અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ હાજરી આપશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.