Abtak Media Google News
  • જિલ્લા 18 પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરો દ્વારા 39 શાળાના  1347 વિદ્યાર્થીઓને પરેડ સ્વરક્ષણની તાલીમ અપાઈ

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રાસલા ખાતે સ્વામી ધર્મબંધુજીના આશ્રમ ખાતે વિદ્યાર્થીઓના શારીરિક કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી સાપ્તાહિક ’સ્ટુડન્ટ પોલીસ કેડટ’(તાભ) સમર કેમ્પ-2023 યોજાયો હતો. જેમાં  રાજકોટ જિલ્લા ગ્રામ્યની 15 સરકારી  પ્રાથમિક શાળાના 400  જેટલા પસંદગી પામેલ વિદ્યાર્થીઓ -જઙઈએ ભાગ લીધો હતો.

Advertisement

આ કેમ્પનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે કરાવી તાભને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે, ” વિભાગની ’સ્ટુડન્ટ પોલીસ કેડેટ’ યોજના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લાભદાયી છે. આ યોજના થકી વિદ્યાર્થીઓ જવાબદાર આદર્શ નાગરિક બને,  તેઓમાં દેશભકિત પ્રબળ  બને,  પોલીસ વિભાગ સાથે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી વર્તી શકે તથા પોલિસની કામગીરીમાં વિદ્યાર્થીઓનો સહયોગ મળે તેમજ શારીરિક કૌશલ્ય વિકસે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.”

001

આ પ્રોજેકટના નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિંગોળદાન રત્નુએ આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તા.25.11.13 થી  સમગ્ર ગુજરાતમાં ‘સ્ટુડન્ટ પોલીસ કેડટ’ યોજના શરૂ થઇ છે. જેનો સુચારુ અમલ રાજકોટ જિલ્લામાં થઈ રહ્યો છે.

ગુજરાતની આ યોજનાથી પ્રેરાઇને ભારત સરકાર દ્વારા તા.6.6.18થી કેન્દ્રીય વિદ્યાલયો અને જવાહર નવોદય વિદ્યાલયોમાં પણ આ યોજના અમલી બનાવી. હાલમાં તાભમાં કેન્દ્રિય વિદ્યાલય, જેતપુર અને જવાહર નવોદય વિદ્યાલય, પડધરીનો સમાવેશ થાય છે. કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી હોય, તેનો જઙઈ નો તમામ ખર્ચ રાજ્ય સરકાર આપે છે. જઙઈ વિદ્યાર્થીઓને ખાખી યુનિફોર્મ પણ રાજ્ય સરકાર દ્વારા જ  પૂરો પાડવામાં આવે છે.

આ યોજનાના હેતુ અંગે આસી. નોડલ અધિકારી અને પી.આઇ  ગઢવી જણાવે છે કે, પોલીસ સ્ટાફ જેમકે પોલીસ ઇન્સપેકટરો, પીએસઆઇ, એએસઆઇ, હેડ કોનસ્ટેબલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સરકારી  શાળાના ધો. આઠ અને નવના વિદ્યાર્થીઓને સતત બે વર્ષ સુધી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.જેમાં તેઓનું શારીરિક કૌશલ્ય વિકસે તેમજ શિસ્તમાં વધારો થાય તે માટે પરેડ, સ્વરક્ષણ, ખેલકુદ, જેવી પાયાની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓને વ્યક્તિત્વ વિકાસ માટે સમૂહ ચર્ચા યોજાય છે. તેઓને દુધ ઉત્પાદક મંડળી, સહકારી મંડળી, પોલીસ સ્ટેશનની મુલાકાતે પણ  લઇ જવામાં આવે છે. વૃક્ષારોપણ, ટ્રાફિક નિયમન, ઉર્જા બચાવો  સહિતના સમાજ ઉપયોગી કાર્યક્રમોમાં પણ તેઓને સહભાગી બનાવવામાં આવે છે.  ગત વર્ષે રાજકોટ ગ્રામ્ય જિલ્લામા 18 પોલીસ સ્ટેશન દ્વારા 39 શાળામાં ધો.8 અને 9ના 1347 વિદ્યાર્થીઓ- તાભમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.