Abtak Media Google News
લોકસભામાં બીલ પસાર કરવામાં આવશે: પિતૃત્વના લાભ માટેના બીલની પણ ચર્ચા

સરકાર દ્વારા પાર્લામેન્ટમાં નજીકના ભવિષ્યમૉ ધો. પ થી ૮ ના વિઘાર્થીઓને ચડાઉ પાસ નહી કરવાનું બીલ પસાર કરવામાં આવશે. એવું માનસંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે લોકસભામાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધો. પ થી ૮ ના જે વિઘાર્થીઓ માર્ચમાં ઉતીર્ણ નહીં થાય તેમને ફરીથી મે માં પરીક્ષામાં બેસાડવામાં આવશે પરંતુ મે માં ઉતીર્ણ ન થનારને નાપાસ કરવામાં આવશે.

આ અંગે હાલ ધો. ૮ સુધી ચડાઉ પાસ કરવાની પઘ્ધતિ અમલમાં છે તેને બદલી નવી પઘ્ધતિ અમલમાં લાવવા માટે બીલ પસાર કરવામાં આવશે એવું જાવડેકરે જણાવ્યું હતું. તેમજ વિઘાર્થીઓને મફત અને ફરજીયાત શિક્ષણના ૨૦૧૭ ના કાયદાના સેકરન ૧૬ હેઠળ આ જાહેર કરાશે. અત્યારે અમલી પઘ્ધતિ મુજબ નાણાસ વિઘાર્થીને ફરીથી વર્ષ રીપીટ કરવાથી વિઘાર્થીઓને નિરાશા થતી હોવાથી ચડાઉ પાસ કરી તેને ઉપરના ધોરણમાં ભણાવાની છુટ આપવામાં આવે છે. તેની સામે કેટલાક રાજયોમાં ચઢાઉપાસ નહીં કરીને શિક્ષણની ગુણવતા જાળવવામાં આવે છે.

આ બીલની સાથે સાથે અને ૨૮ ખાનગી બીલો વિશે પણ લોક સભામાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પિતૃત્વ બીલની પણ ચર્ચા થઇ હતી. કોંગ્રેસના રાજીવ સાતવ દ્વારા કેટલાક સરકારી નોકરીયાતો કે જે પુ‚ષ છે તેમની પિતા બનતા પહેલા અને બન્યા પછી પિતૃત્વ ના તથા અન્ય લાભ અપાવવા માટે ભલામણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.