Abtak Media Google News

2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા સરકાર પ્રતિબદ્ધ છે: શ્રી પુરુષોત્તમ રુપાલા

ચાર  દિવસ દરમીયાન 15000 પણ વધારે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટની મુલાકાતે આવ્યા 

ચેન્જ લાવવા માટે ખેડુતો પણ ચેલેન્જ સ્વિકારે: અપુર્વમુની સ્વામી

ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટ આજે સમાપ્ત થઇ હતી. ચાર દિવસ દરમિયાન લગભગ 15000 થી પણ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોએ મુલાકાત લઈને ખાસ કરીને કૃષિ વિષે વધારે જાણકારી મેળવી હતી.ખેડૂતો ઉપરત્ન 10 થી વધારે દેશના પ્રતિનિધિઓ।ઉદ્યોગ સાહસિકો પણ આવ્યા હતા અને બિઝનેસના આદાન પ્રદાનની વાટાઘાટો કરી કરી.

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના આયોજકો સંદીપ પટેલ અને સૌરાષ્ટ્ર ઓઇલ મિલાએસ એસોસિયેશનના પ્રમુખ સમીર ભાઈ શાહે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના દરમિયાન ખાસ કરીને ખેડૂતોને બહુ જ લાભકર્તા રહ્યો હતો અને અહીં તે પણ તાઞજ્ઞ આવ્યા હતા તેમને કૃષિ અંગે જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેનો અમલ કંસે કામ 10થી 20 ટકા ખેડૂતો કરશે તો પણ બહુ મોટો બળદવ લાવી શકાશે અને ભવિષ્ય્માં પણ વધુ સારા આયોજન સાથે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર નું આયોજન થશે.

Img 20180422 Wa0080ઓક્ટાગોંન કોમ્યુનિકેશનના સી ઈ ઓ સંદીપ પટેલે જણાવ્યું હતું સૌરાષ્ટ્રના ખેડૂતો માટે બહુ જ મોટો ફાયદો થવાનો છે અને ખાસ કરીને મગફળી અને તેમાંથી જે બાય પ્રોડક્ટ બને છે તે માટેનો એક પ્રોસેસિંગ પ્લાન્ટ રાજકોટની આસપાસ સ્થપાઈ તે માટેના પ્રયાસો પણ હાથ ધરાશે.

દરમિયાન વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિય રાજ્ય કૃષિમંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વખત ખેડુતોની ચિંતા કરનારી સરકાર રાજ્યમાં અને કેન્દ્રમાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં ખેડુતો માટે સરકાર અનેકવિધ યોજના લાવી રહી છે જેના દ્વારા 2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરી શકાય.

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટને સંબોધન કરતા પુરુષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, કૃષિ બાબતે સરકારની ટીકા વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે પરંતું અત્યાર સુધી કોઇ સરકારે ખેડુતોની આવક બમણી કરવાનું કહ્યું નથી જે નરેન્દ્રભાઇ મોદીની સરકારે કહ્યું છે અને કૃષિ મંત્રાલય તેના ઉપર જોરશોરથી કામ કરી રહ્યો છે.

Img 20180422 Wa0146વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં શ્રી પુરુષોત્તમ રુપાલાએ સિંગતેલ બાબતે પણ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, એડિબલ ઓઇલમાં મિક્ષ કરવા માટે જેટલી છુટ સરકાર દ્વારા આપવામાં આવી છે તેની માત્રા વિષે મોટી કંપનીઓ સાવ નાના અક્ષરે પોતાના લેબલ પર લખીને ગ્રાહકોને અંધારામાં રાખે છે તેને હવે મોટા અક્ષરોમાં લખવાનું સરકાર દ્વારા કહી દેવામાં આવ્યું છે.

શ્રી પુરુષોત્તમભાઇ રુપાલાએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કોન્સેપ્ટને પણ મહત્વ આપવા કહ્યું હતું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એક સાથે અનેક ખેડુતો સહીયારી ખેતી કરીને મબલખ પાક ઉપજાવે છે. આ કોન્સેપ્ટ સમજાવવા શ્રી પુરુષોત્તમભાઇ રુપાલાએ ઇઝરાયેલના કિબુત્સની વાત કરી હતી. જેમાં 250 કુટંબો એક રસોડે રહે છે અને એક જ ખેતરમાં કામ કરે છે. આવી પધ્ધતી પણ આપણા ખેડુતોએ અપનાવવી જોઇયે તેમ ભાર મુકીને જણાવ્યું હતું.

એકતામાં શક્તિ છે તે કોઇને સમજાવવાની જરુર નથી માટે આ કોન્સેપ્ટ ભારતમા અમલ કરાવવા માટે સરકારી યોજનાઓ બનાવવી જરુરી છે તેમ જણાવ્યું હતું.દરમીયાન ગઈકાલે રવિવાર હોવાથી વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં સવારથી જ મોટી સંખ્યામાં ખેડુતો અને વિવિધ ઉદ્યોગમાં રસ લેતા લોકો ઉમટી પડ્યા હતા. અમરેલી કૃષિ વિભાગની તાલીમ સંસ્થાના 200 થી વધુ વિદ્યાર્થિઓ સમિટમાં આવી પહોંચ્યા હતા અને કૃષિ વિષે જાણકારી મેળવી નવા ઇનોવેશન અંગે પોતાના મત વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત આજે રાજકોટ જીલ્લાના ગોંડલ, જેતપુરના ખેડુતો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા. સાથોસાથ મોરબી જીલ્લાના ખેડુતો પણ મુલાકાતે આવ્યા હતા.

Img 20180422 Wa0151દરમીયાન આજે અનેક વક્તાઓ દ્વારા પણ પોતાના વક્તવ્ય દરમીયાન કૃષિ આધારીત વાત કરી હતી. સવારના સત્રમાં સ્વામીનારાયણ મંદીરના અપુર્વમુની સ્વામીજીએ કહ્યું હતું કે, વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટએ ખેડુતો માટે એક ગુગલ પ્લે સ્ટોર જેવું છે જ્યાં ઘણી બધી એપ ઉપ્લબ્ધ છે. હવે ખેડુતોએ પોતાની જરુરીયાત પ્રમાણે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ખેડુતોએ આ આયોજનનો જેટલો બને તેટલો વધુ ઉપયોગ કરી લેવો જોઇયે. ખેડુતોના વિકાસ માટે આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટ ખુબ જ ઉપયોગી છે તેમ જણાવ્યું હતું અને આયોજકોને આવા આયોજન બદલ અપુર્વમુની સ્વામીએ ખુબજ અભિનંદન આપ્યા હતા.

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના સવારના સત્રમાં ખેડુતોને સુકી જમીન પર ખેતપેદાશોનું ઉત્પાદન કઇ રીતે થઇ શકે તેની જાણકારી શ્રી અનુપ્રતમ ઘોષએ આપી હતી. તેમણે પોતાના વક્ત્યવ્યમાં જણાવ્યું હતું કે ખેડુતોએ પોતાના વિચારો ઉદ્યોગકારો અને વૈજ્ઞાનિકો સમક્ષ મુકવા જોઇયે જેથી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવી શકે. શ્રી ઘોષએ સુકી ખેતી વિષે ખેડુતોને માહીતગાર કર્યા હતા. પાણી-ગુણવતાની જાળવણી, સંચાલન, પાકની પસંદગી અને ક્રમની પસંદગી એ સુકી ખેતીના મુખ્ય સ્તંભો છે. ઉપરાંત સસ્તા અને ટકાઉ ગ્રીન હાઉસ બનાવવા માટે વાંસ કઇ રીતે ઉપયોગી થાય છે તેની રસપ્રદ માહીતી પણ શ્રી ઘોષએ ખેડુતોને આપી હતી.

આ ઉપરાંત ડાયેટીશીયન ડૉ. રીમા રાવે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી મેડિકલ સાથે સંકળાયેલા લોકો દ્વારા સિંગતેલ હાનીકરક અને હ્રદયરોગને આમંત્રણ આપે છે તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેમાં સંપુર્ણ સચ્ચાઇ નથી. ડૉ. રીમા રાવે જણાવ્યું હતું કે, સિંગતેલમાં ઘણા ગુણતત્વો પણ રહેલા છે જે શરીર માટે પોષણક્ષમ છે અને સિંગતેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે તે વાતમાં સચ્ચાઇ નથી.

આ ઉપરાંત પુર્વ કૃષિમંત્રી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોના પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમીટના વિવિધ સ્ટોલની મુલાકાત લઇને વિશેષ જાણકારી લીધી હતી.
મોટિવેશનલ સ્પીકર જાય વસાવડાએ પણ કૃષિનું મહત્વ સમજાવતી સ્પીચ આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.