Abtak Media Google News

પશ્ચિમ રેલ્વે રાજકોટ મંડળના રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફુંકવાલે વેબીનારના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે રાજકોટ મંડળ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અનેક અસરકારક પગલાંઓ લેવાયા છે. રેલકર્મીઓની સુરક્ષા માટે તેઓને માસ્ક, સેનીટાઇઝર, ફેસ શિલ્ડ વગેરે અપાયા હતા.  વધુ જણાવ્યુ હતુ કે રાજકોટ ડિવિઝને લોકડાઉનમાં ૧૧૭ સ્પેશ્યલ ટ્રેનોનું સફળ સંચાલન કર્યુ છે. જામનગર અને રાજકોટ સ્ટેશનો પર માસ્ક, સેનિટાઇઝર વગેરે સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે ઓટોમેટીક વેડિંગ મશીન મુકવામાં આવી રહ્યા છે. તેમજ સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે ડબલટ્રેકનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યુ છે ૧૧૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત ૧.૭૩ લાખ યાત્રિકોએ લાભ લીધો હતો. જેનાથી મંડળને ૧૨.૩૩ કરોડનો નફો થયો હતો.

આમ્રપાલી ફાટક પર રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય ૫૫% પુર્ણ થયું છે. લક્ષ્મીનગર ફાટકને પહોળુ કરવાની ૨૦% કામગીરી થઇ છે. એરપોર્ટ ફાટકની કામગીરી પણ યુધ્ધના ધોરણે ચાલી રહી છે.

Pic 2 1

આ વેબીનારમાં વરિષ્ઠ મંડળ રેલ પ્રબંધક અભિનવ જેફ, વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક આરસી મીના, એન્જિનીયર રાજકુમાર, સહાયક વાણિજય પ્રબંધક રાકેશકુમાર પુરોહિત તેમજ અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.