Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યસ્થાપક, પ્રથમ કુલગુરુ, શિક્ષણવિદ્, વિચારક, સંશોધક  પૂજય ડો. ડોલરરાય માંકડની ૫૧ મી પુણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ પૂજય ડોલરકાકાની પ્રતિમાને પુષ્પાંજલિ અને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.

Advertisement

શિક્ષકનો જીવ, શિક્ષણવિદ્ અને શિક્ષણનાં પ્રકાર પંડીત એવા સૌરાષ્ટ્ર યુનીવર્સિટીનાં સ્થાપક અને પ્રથમ કુલગુરુ આદરણીય પુજ્ય ડોલરરાય માંકડ (ડોલરકાકા) ની દિર્ઘદ્રષ્ટી અને સૌરાષ્ટ્રનાં યુવાનોને ઉચ્ચશિક્ષણ માટે રાજ્ય બહાર ને દુર સુધી ન જવું પડે તેવા વિચારને મુર્તીમંત્ર કરી પુજ્ય ડોલરકાકા એ વર્ષ ૧૯૬૭ ની ૨૩ મી મે નાં રોજ સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટ ખાતે “સૌરાષ્ટ્ર યુનીવર્સિટી” ની સ્થાપના કરી અને સૌરાષ્ટ્રને શિક્ષણનું હ્રદય અર્પણ કર્યું છે.

કોરોનાના કપરા સમયમાં કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, સિન્ડિકેટ સભ્યો, અધિકારીઓ તથા કર્મચારીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂજય ડોલરકાકા તથા માતા સરસ્વતીજીને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ પ્રાર્થના કરી હતી.

ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શિક્ષણની નવી ઉંચાઈએ લઈ જવા અને પૂજય ડોલરકાકાના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબધ્ધતા દાખવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.