Abtak Media Google News

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના સમરસ અંબાલા ગામે તળાવ ઉંડા કરવાના કામનો શુભારંભ કરતા સાંસદશ્રી પૂનમબેન માડમ

Img 7995 1

ગામડાઓને સમૃધ્ધ કરવા સુજલામ સુફલામ જળ અભિયાન રાજય સરકારે હાથ ધરેલ છે.

પાણીએ વિકાસ માટેની પ્રથમ શરત છે, વિકાસપથ પર જોડીયાને જોડવા સરકાર તત્પર છે.

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના અંબાલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાનનો દ્રિતીય તબક્કા અંતર્ગત તળાવને ઉંડુ કરવાના કામનો પ્રારંભ જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવેલ હતો.

Img 7957

ગામડાઓને સમૃધ્ધ કરવા સુજલામ સુફલામ જળ અભિયાન રાજય સરકારે હાથ ધરેલ છે. ગામડા સમૃધ્ધ હશે તો શહેર સમૃધ્ધ થશે અને શહેર સમૃધ્ધ થશે તો રાજય સમૃધ્ધ થશે. ગામડાઓને સમૃધ્ધ કરવાનો વ્યાપક કાર્યક્રમ રાજય સરકારે ગત વર્ષ મે માસમાં પ્રથમ તબક્કા દ્વારા આરંભ કર્યો હતો. જેનો આ વર્ષે આજરોજથી સમગ્ર રાજય કક્ષાએ દ્રિતીય તબક્કો હાથ ધરેલ છે.

Img 7961

આ યોજનામા ચાલુ વર્ષે રાજય સરકારનો ફાળો ૫૦% થી વધારીને ૬૦% કરવામાં આવ્યો છે તેમજ મનરેગા યોજના હેઠળ હયાત તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરાશે નદિઓ, ચેકડેમો, જળાશયોનું ડિસીલ્ટીંગ કરાશે. ચેકડેમો, તળાવોના વેસ્ટવિયર મરામત, નદિપ્રવાહને અવરોધક ગાંડાબાવળ, ઝાડી, ઝાંખરા દુર કરાશે અને નદિકાંઠે વૃક્ષારોપાણ કરાશે. આ અભિયાનમાં સ્વૈચ્છિક, શૈક્ષણીક, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ , ઉદ્યોગગૃહો, જાહેર સાહસો, એ.પી.એમ.સી. સહિત વિશાળ જનશક્તિના સહયોગ થકી કામગીરી કરવામાં આવશે.

Img 7966

આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશ હંમેશાથી પાણીની અછત સહન કરતો આવ્યો છે જેના કારણે તેના વિકાસમાં બાધાઓ આવી હતી પરંતુ આ યોજના દ્વારા સૌરાષ્ટ્રના ખેડુતોની સિંચાઈ લક્ષી પાણીની સમસ્યાનુ નિરાકરણ આવશે અને આ બાબતને ધ્યાને લઈ રાજય સરકાર સુજલામ સુફલામની કામગીરી સફળતાપૂર્વક કરવા માટે તત્પર છે.

Img 7949

આજથી શરૂ થતા સુજલામ સુફલામ જળ અભિયાનની સ્થાનીક ક્ષેત્રની વિગત આપતા પૂનમબેન માડમે વધુમાં કહ્યું હતું કે જોડીયા વિસ્તાર જળ અછતના કારણે અને આંતર માળખાકીય માર્ગની અપુરતી વ્યવસ્થાના કારણે અન્ય વિસ્તારો કરતા વિકાસમાં પાછળ છે ઉપરાંત સમગ્ર વિસ્તાર કૃષિ પર નભેલો છે ત્યારે જળ સંચયએ આશિર્વાદરૂપ બની શકે છે. આ માટે થનાર ચોમાસાના પાણીને ઝીલવવા જળ સંચયના વિવિધ કામો તૈયારીના ભાગરૂપે હાથ ધરાઇ રહયા છે.

Img 8038

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, પ્રાંત અધિકારીશ્રી ધ્રોલ હેતલ જોષી, એ.પી.એમ.સી. ડાયરેકટર, પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, તાલુકાપ્રમુખશ્રી જેઠાભાઈ તથા અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.