Abtak Media Google News

ગૌ શાળાને ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતગર્ત પ્રેરક આયોજન  ચોમેર ખીલેલી વનરાજી અને ગૌ માતાના સાનિઘ્યમાં ભોજન કરવાનો અનેરો અવસર

શ્રીજી ગૌ-શાળાને આગામી ૧પમી ઓગષ્ટે ૧૦ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. જેની ઉજવણીનાં ભાગરુપે આગામી રવિવારે શ્રીજી ગૌ શાળા ખાતે વન ભોજન ઉત્સવ ઉજવવામાં આવશે. જેમાં થેપલા, સુકીભાજી, અથાણા જેવા વ્યજનો ઘરેથી લાવી લોકો વનરાજી અને ગૌ માતાના સાનિઘ્યમાં ભોજન લેશે આ અંગે વિસ્તૃત વિગત આપવા વિનુભાઇ ડેલાવાળા, ભુપેન્દ્રભાઇ છાંટબાર, રમેશભાઇ ઠકકર અને દિનેશભાઇ ધામેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટની ભાગોળે -જામનગર હાઇવે પર નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલી શ્રીજી ગૌશાળા એમાં નિવાસ કરતી ર૦૦૦ થી વધુ ગૌ માતાઓની પુષ્ટતા અને ગૌ સૂત્ર ચિકિત્સા દ્વારા માનવસેવાની સંસ્થાની આહલેકના કારણે ઘર ઘરમાં જાણીતી છે. અને ગૌ પ્રેમીઓ માટે માનીતું ગૌતિર્થ છે.

શ્રીજી ગૌશાળા માં વર્ષ દરમ્યાન અનેકો વાર જુદા જુદા મનભાવના કાર્યક્રમોના આયોજન થકી જનસમાજના અબાલ-વૃઘ્ધ સૌ કોઇને ગાય સાથે જોડવા અનેરા પ્રયાસો થતા રહે છે.

આ વર્ષે વર્ષાઋુતુની સંતાકુકડી અને આછેરા વરસાદ છતાં શ્રાવણીયા તહેવારોના આગમન સાથે જ ગામ સીમના વન વગડાઓ હરિયાળી અને ઝરણાઓથી ખીલુ ખીલુ થઇ રહ્યા છે. અને એવા એ હરીયાળા વાતાવરણમાં આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિએ શ્રાવણમાં આરોગ્યપ્રદ વન ભોજન નો મહિમા ગાયો છે અને એ તક ઝડપીને શ્રીજી ગૌશાળા (ન્યારા) રાજકોટ મનાવે છે વન ભોજન ઉત્સવ આગામી તા. ૧૨ ને રવિવારની સાંજે ૬ વાગ્યાથી વન ભોજન ઉત્સવ ના સંસ્થાના આયોજન પ્રમાણે ગૌ પ્રેમી પરિવારો પોત-પોતાના ઘેરથી થેપલા- સુકીભાજી- અથાણા જેવા શ્રાવણીયા વ્યંજનો લઇને ગૌશાળાએ આવે અને ગૌશાળા દ્વારા સૌ માટે મસાલા ચા ની ચુશ્કી સાથે ગરમા ગરમ વણેલા મેથીયા ગાંઠીયા, સંભારો, તળેલા મરચા સાથે ગાયના દૂધની મધુરી છાશનું આયોજન ગૌ શાળામાં જ કરવામાં આવશે.

ઉપરાંત પરિવારીક ભોજન માણવા ડિસ્પોઝેબલ ગ્લાસ, ડીસીઝ અને મીનરલ વોટર સહીતની સુવિધા પણ ગૌ શાળા દ્વારા આયોજીત થનાર છે. શહેરભરના કોઇપણ ખૂણે વસતો ગૌપ્રેમી પરિવાર આ વન ભોજન ઉત્સવમાં સમ્મીલીત થઇ ગૌશાળાનું આંગણુ પોતાનું ગણી પધારે તેવી સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે. વળી વન ભોજનની સાથે સમગ્ર પરિવાર આનંદ પ્રમોદ માણી શકે એવા વિશાળ બે પ્રાંગણો બાગ-બગીચાઓ, સુવિધાઓથી સુસજજ બે હાલ સહીતના આ ગૌતિર્થ સંકુલમાં ગૌ પ્રેમી પરિવારો પોત-પોતાના પરિવાર અને મિત્ર વર્તુળ સાથે આનંદ-પ્રમોદ કરતા ગાય માતાના સાનિઘ્યે વન ભોજન મનાવે એવું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

શહેરભરમાં ગૌપ્રેમી પરિવારોને ભાવભેર વનભોજન ઉત્સવમાં જોડાય ગૌમાતાના સાનિઘ્ય સાથે કુદરતનો ખોળો ખુંદવાનો અનેરો અવસર ઉ૫સ્થિત થઇ રહ્યો છે. ત્યારે સૌ સાથે મળી વનભોજન ઉત્સવ સાથે ગૌમાતાનું પ્રાગણ ગૌપ્રેમી પરિવારોથી ભરે તે માટે નિયંત્રણ અપાય છે.

વધુ માહીતી માટે સંસ્થાના પ્રભુદાસભાઇ તન્ના મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.