Abtak Media Google News

૧૯૩મી ઘ્વજા લહેરાવવાના પ્રસંગે જૈન-જૈનોતર મોટી સંખ્યામાં જોડાયાં

રાજકોટ જૈન તપગચ્છ સંઘમાં બિરાજતા મુળ નાયક સુપાર્શ્ર્વનાથ દાદાની ૧૯૩મી ઘ્વજા લેહરાવવાનો પ્રસંગ સંઘના આંગણે ઉજવવામાં આવ્યો હતો. દાદાવાડી માંડવી ચોક જિનાલયમાં બિરાજમાન મણિભદ્રધીર જે ત્રણ સ્વરુપે જિનાલયમાં બિરાજમાન છે. તેમની ઘ્વજારોહણનો કાર્યક્રમખુબ હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં મગરવાડા આગલોડ તથા રેતીના પ્રાચીન મહિભદ્રવીરને સર્વ પ્રથમવાર ડાયમંડ સોનાના મુગટ ચડાવવામાં આવ્યા હતા. અને બહોળી સંખ્યામાં ભાવિકો આ ધજા લેહરાવવાનો પ્રસંગ માણ્યો હતો.

અબતક સાથેની વાતચીતમાં જીતુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે તે રાજકોટ જૈન દેરાસર માંડવી ચોક દેરાસરના પ્રમુખ છે. અને ૧૯૨ વર્ષ પૂરા થતાં ૧૯૩મી ધજારાજકોટના નગર શેઠની હાજરીમાં તથા પરમ પૂજય ભગવંતની હાજરીમાં સુપાશ્ર્વાર્થ દાદાની ૧૯૩મી ધજા ચડાવવામાં આવી હતી.

સાથે મણીભદ્ર દાદાની ધજા ચડાવવામાં આવી હતી. શાંતિનાથ ભગવાનની એક હજાર ભાવિકોની હાજરીમાં સંગીતના સથવારે, ભવ્યથી ભવ્ય ઉજવણી કરી તથા ભાવિકોએ ખુબ જ સારો એવો લાભ લઇ આ ઘ્વજારોહણ ચડાવવાના પ્રસંગને નીહાળ્યો નીહાળ્યો હતો. અને સંઘ દ્વારા નકકી કરવામાં આવ્યું છે. કે સાતે સાત વર્ષ બે ત્રણ મહીને એક ઉત્સવ મુકીયો અને ર૦૦મી વર્ષ ગાંઠ ભવ્ય રીતે ઉજવવી એ તેમ સંઘમાં ઠરાવ કરવામાં આવ્યો હતો અને આજરોજ મણીભદ્રદાદા ઉજજૈન, મણીભદ્રદાદા, મરવાળાને ભવ્યથી ભવ્ય સોના ચાંદી અને હીરાના ડાયમંડના મુગટ ચડાવવામાં આવ્યા છે. સાથો સાથ પદમાવતી અંબીકા દેવીને ડાયમંડ અને સોનાથી મઢેલ મુગટ ચડાવવામાં આવેલ છે. અને ભાવિકોએ આ મુગટના ભવ્ય રીતે દર્શન કર્યા હતા અને ખુબ જ આનંદથી અને હરખથી આ ધજાનો દિવસ ઉજવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.