Abtak Media Google News

આગામી ૧૩મીથી દેશભરમાં નીટની પરીક્ષા યોજાનારી છે ત્યારે નીટની પરીક્ષા ન યોજાવા છ રાજયોએ કરેલી અરજી શુક્રવારે સુપ્રીમે ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટની ખંડપીઠના ન્યાયધીશ અશોક ભુષ્ાણ બી.આર. ગવાઇ અને કિશન મુરારીએ પ.બંગાળ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન અને છત્તીગઢ રાજયના મંત્રીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી એમ કહીને અસ્વીકાર્ય કરી હતી કે આ ગ્રાહય રાખી શકાય નહિ. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પં. બંગાળ અને છત્તીસગઢના કેબીનેટ મંત્રીઓ સુપ્રિમ કોર્ટના ગયા શુક્રવારે ગયા હતા અને કોરોના મહામારીમાં જયારે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે સંક્રમણની દહેશને લઇને રપ લાખ વિઘાર્થીઓ કે જેઓ NEETUG અને JEE મેનના રપ લાખ વિઘાર્થીઓના આરોગ્ય પર જોખમ હોવાનું જણાવ્યું હતું. અરજદારે જણાવ્યું હતું કે ૧૭મી ઓગસ્ટનો હુકમ ની પુન: સમીક્ષા કરવામાં નહિ આવે તો વિઘાર્થીઓ પર મોતનું જોખમ અને આરોગ્ય માટે ગંભીર પરિસ્થિતિ ના નિર્માણથી વિઘાર્થીઓ અને સમાજની આરોગ્ય અને સુરક્ષા પર મોટી અસર થશે અને આ પરિસ્થિતિમાં પરીક્ષા આપનાર વિઘાર્થીઓ ભોગ બનશે. જેઇઇ મેન અગાઉ પણ કોરોના કટોકટીના પગલે લેવાય મુલત્વી રાખવામાં આવી છે. અને સપ્ટે. ૧ થી ૬ દરમિયાન યોજવાનું નકકી કર્યુ છે. જેઇઇ મેન પણ કોરોના કટોકટી દરમિયાન સૌથી મોટી સંખ્યામાં પરીક્ષાના રૂપમાં યોજાશે.

IIT, NIT અને CFTIમાં પ્રવેશ માટે આ પરીક્ષાઓ માટે ૯ લાખ વિઘાર્થીઓ માટે અરજી કરી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પરીક્ષાઓ સલામતિના વાતાવરણ વચ્ચે યોજાય તેવી વ્યવસ્થા કરી છે. તેમાં પરિક્ષા કેન્દ્રોની વધારો એક પછી એક પછી એક જગ્યા મૂકીને વિઘાર્થીઓને બેસાડવાની વ્યવસ્થાથી લઇને દરેક વર્ગખંડમાં બે દરવાજાઓમાં એકમાંથી પ્રવેશ અને એકમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા સામેલ કરવામાં આવી છે.

કોરોના કટોકટીના પગલે દેશમાં ૧૭મી ઓગસ્ટથી યોજાનારી NEE UG  અને JEE મેનની પરીક્ષાઓનો કાર્યક્રમ રદ કરવાની દેશના છ બીન ભાજપ રાજય સરકારો દ્વારા સુપ્રિમ કોર્ટના કરેલી અરજી સુપ્રિમે ફગાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.