Abtak Media Google News

પેરોલ માટે કેદીઓના વ્યવહાર અંગે મનોવિજ્ઞાનિક નિષ્ણાતોની મદદ અને અધિકારીની સમીક્ષા કરવી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજયોને પત્ર લખી અહેવાલ માંગ્યા

કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજયોને નિર્દેશ આપ્યો હતો કે આંતરીયો અને ગંભીર ગુનાહો આચનાર કેદીઓને પેરોલ- ફરલો આપવું  યોગ્ય ન ગણાય અને આ માટે જામીન  પર મુકત કરવાના નિયમો અને યોગ્ય પાત્રતાના સંજોગોની પુન: સમિક્ષા કરવા રાજયોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે લોકો આતંકવાદ અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેમને જેલની બહાર જવા દેવા ન જોઇએ.

Advertisement

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધુમાં એવી સુચના આપવામાં આવી છે કે પરોલ-ફરલોની મંજુરી સામાન્ય પ્રક્રિયા ગણીને આપવાની પ્રથા બંધ થવી જોઇએ. સામાન્ય પ્રક્રિયા ગણીને આપવાની પ્રથા બંધ થવી જોઇએ પેરોલ-ફરલોની મંજુરી અધિકારીઓની સમિતિ અને કેદીના વ્યવહાર અંગે મનોવિજ્ઞાનીક પૃથ્થકરણના નિષ્ણાંતોની મદદ લઇને તમામ પ્રકારના પરિબળો ખાસ કરીને જાતિય ગુના, હત્યા, બાળ શોષણ અને હિંસા જેવા ગંભીર ગુનાઓને ઘ્યાને લેવા જોઇએ. સમગ્ર દેશમાંથી મળેલા અહેવાલોમાં વિવિધ વિસ્તારોમાંથી ઘણાં એવા કિસ્સા બહાર આવ્યા છે કે કોરોના કટોકટી દરમિયાન મુકત કરવામાં આવેલા ઘણા કેદીઓ ગંભીર ગુનામાં સંડોવાયા છે. જેમાં પંજાબના એક વિડીયોમાં એક યુવતિ  બે હથિયાર ધારી લુંટેરાઓનો પ્રતિકાર કરતાં દેખાઇ રહી છે જે બન્ને વ્યકિતઓ તાજેતરમાં જ જેલમાંથી મુકિત આપવામાં આવી હતી. આ વિડિયો સોશિયલ મિડિયા પર ભારે મોટા પ્રમાણમાં વાયરલ થયો હતો.

૨૦૧૬માં કેદી ધારાની સમીક્ષા સાથે ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ગુનેગારોની સમાજમાં હાજરી ભયજનક અને જોખમી છે ત્યારે એસ.પી. ને આવા કેદીઓને છોડવાની મંજુરી ન આપવી જોઇએ. જેલમાં કરતા હિંસા, મારામારી, હુલ્લડ અને વર્તુણુકમાં વાંધા જો કે હિસ્ટી ધરાવતા કેદીઓને પેરોલ- ફરલો પર છોડવા જોઇએ. જે કેદીઓ લુંટ, ધાડ, આતંકી ગુનો, ખઁડણી માટે અપહરણ, કેફી દ્રવ્યોની દાણચોરીમાં સંડોવાયેલા કેદીઓને જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ દ્વારા આવા કેદીઓને મુકિતની પરવાનગી ન આપવી જોઇએ.

ગૃહ મંત્રાલયે એવું પણ જણાવ્યું હતું કે સજા પુરી થાય તે પહેલા આવા કેદીઓને છોડવામાં આવે તો તે ફરીથી ગુનાહિત પ્રવૃતિમાં પરોવાઇ જાય છે તેથી કેદીઓની મુકિત માટે ખુબ જ સાવચેતી રાખવાની જરુર છે તેથી રાજયોના વહીવટી તંત્ર માટે માર્ગદર્શિકાની સમીક્ષા અને પેરોલ-ફરલોના માણદંડોની સમીક્ષા કરવી જરુરી છે.  કેદીઓને સવલત અને રાહત સમાજને નુકશાન થાય તેવું ન થવું જોઇએ.

ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકાઓમાં ખુબ જ સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. એવા કેદીઓને પેરોલ અને કરતો આપવા જોઇએ જેની મુકિત સમાજ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સાનુકુળ હોય જો તેમાં જોખમ ઉભુ થવાનું હોય તો તેમને મુકત ન કરવો જોઇએ.  પેરોલના નિયમો રાજયો સમય અવધિની દરેક વખતે સમીક્ષા કરી અનુભવના આધારે લાભ અને નુકશાનની શકયતા  જોઇએ નિયમોનો અમલ થવો જોઇએ.

ગૃહ મંત્રાલયે તમામ રાજયોને કેન્દ્ર શાસિત પ્રદેશોનો એ વાત પણ ઘ્યાન દોર્યુ છે કે, સંયુકત રાષ્ટ્રના માપ દંડો અને કેદીઓ સાથેના વ્યવહારના નેશનલ મંડેલા નિયમ મુજબ સમીક્ષા કરીને પેરોલ-ફરલો અને હંગામી મુકિત માટેની કેદી ધારા ૨૦૧૬ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના નિયમોની જાળવણી કરવી જરુરી છે. દરેક કેસની અલગ અલગ સમીક્ષા કરીને કેદીને પેરોલ-ફરલો મંજુર થાય તેની હિમાયત હિમાયત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા દરેક રાજયોને આ અંગેનો સંપૂર્ણ સમીક્ષાત્મક અહેવાલ રજુ કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.