Abtak Media Google News

સુરત શહેરનાં ઓલપાડનાં માસમા રોડ પર આજે વહેલી સવારે 6.30 કલાકની આસપાસ એલપીજીનાં ગેસનાં સિલેન્ડર ભરીને જતી ટ્રક પલટી જતા અચાનક આગ લાગી હતી. જેના કારણે ટ્રકમાં ભરેલા ગેસનાં સિલેન્ડર ધડાકાભેર ફૂટ્યા હતાં. જેના કારણે આ ટ્રકની પાસે ચાલી રહેલી ખાનગી સ્કૂલની બસ અને રિક્ષા પણ બળીને ખાખ થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં કોઈ જાન હની થઈ નથી.

સ્કૂલ બસનાં ચાલકની સમયસૂચકતાને કારણે બસમાં આગ લાગતાની સાથે જ બધા બાળકોને ઉતારી લેવામાં આવ્યાં હતાં.  આ આગને કારણે સુરત ઓલપાડનો કોસ્ટલ હાઇવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સવારે 6.30થી લાગેલી આગને ફાયર બ્રિગેડનાં સતત પ્રયાસો દ્વારા આશરે 8.45 કલાકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ એલપીજી સિલેન્ડરમાં આગ લાગી ત્યારે સિમેન્ટની ટ્રક ખાનગી સ્કૂલ બસે અથડાઇ હતી. જે બાદ અંદર બેઠેલા 30 જેટલા વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યાં હતાં. આ બંન્નેની પાછળ એક રિક્ષા આવી રહી હતી તે પણ બળીને ખાખ થઇ ગઇ છે.

આ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતાની સાથે ધડાકાભેર એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.