Abtak Media Google News

સુરતમાં ક્રાઈમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે ,સુરતના લીંબાયત અને ડીંડોલી વિસ્તારમાં વારંવાર ગુનાહિત કૃત્યો બનતાં હોય છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં વિકાશ પાટીલ નામના ઈસમ પર એક મહિલા અને બે પુરુષોએ જીવલેણ કર્યો.

વીકાશ પાટીલ યુટ્યુબ પર પોતાની ચેનલ ચલાવે છે.યુવકને ડીંડોલી વિસ્તારના અવાવરૂ જગ્યાએ વ્યક્તિએ તેના અંગત કાર્ય થી બોલાવ્યો હતો. જગ્યા પર પહોંચતા જ મહિલા અને બન્ને પુરુષો તેના પર હુમલો કરવા તુટી પડ્યા. વિકાશ અને તેના મિત્રને જમીન પર પાડી દઈ મૂઢ માર મારી માથામાં ઈંટ અને સળિયા વડે હુમલો કર્યો.હાલ ડીંડોલી વિસ્તારની પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.