Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં  VNSGUની એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં  મહત્વનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં શ્રી રામ જન્મભુમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સની મંજૂરી અપાઈ છે . આ કોર્સ  હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરાશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ શીખવાડવામાં આવશે .

રામ જન્મભુમિ માટે થયેલો વિવાદ. બાદ મંદિર માટે સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો  મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે . આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી રખાઈ છે. તે ઉપરાંત એસીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ છે. ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાનાં સર્ટિફિકેટ કોર્સની રૂ.10,000 ફી નક્કી કરાઈ છે. 

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.