Abtak Media Google News
  • સુરત પોલીસે રાજ્યવ્યાપી ઓનલાઇન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો

  • સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી

  • 5 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા

સુરત ન્યૂઝ

સુરત ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમોએ વેસુ VIP રોડ પર ટાઇમ્સ કોર્નર બિલ્ડીંગની બાજુમાં આવેલા એબ્રોઝીયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ‘પાનવાડી પાન સેન્ટર’ નામની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર નામનો શખસ તેના મળતીયા માણસો મારફતે મોબાઇલ ફોનમાં ઓનલાઇન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે, ક્રિકેટ, કસીનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને પોલીસને બાતમી મળી હતી.

સુરત પોલીસે રાજ્યવ્યાપી ઓનલાઇન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, કસીનો, ટેનિસ સહિત વિવિધ ઓનલાઇન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે. જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે 5 શખસને વોન્ટેડ જાહેર કર્યા છે.

ખેલકાંડ ચલાવતા 3 બુકી ઝડપાયા

બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેની ટીમે દરોડા કર્યા હતો. જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મુખ્ય આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચીનાંશુ ઉર્ફે ચિન્ટુ ભાઇજી અને હિરલ ઉર્ફે જીગ્નેશ પ્રફુલભાઇ દેસાઈની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ 4.30 લાખના ફોન નંગ-5 મળી આવ્યા હતા. જે મોબાઇલ ફોન ચેક કરતા Vmgs365.co નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબસાઇટ બાબતે આરોપીઓની ઝીણવટભરી રીતે પુછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ગજાનંદ ઉર્ફે ગજુ ટેલરે અજાણ્યા શખસ પાસેથી સીમકાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે આ સીમકાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા. જેને લઇ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-420 તેમજ જુગાર ધારા કલમ- 4,5 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.