Abtak Media Google News

સામાજીક  વ્યવસ્થા શા માટે પડી ભાંગી !!

પ્રેમ અને લાગણી વચ્ચે પાતળી ભેદ રેખા વહેમના કારણે સંબંધોમાં દરાર

દેશની  પ્રાચીન સંસ્કૃતિને ભૂલી પશ્ર્ચિમ સંસ્કૃતિના  આંધળા  અનુકરણના  કારણે સભ્યસમાજ વ્યવસ્થા  ભાંગી રહી છે.દેખાદેખી અને વિજાતીય આકર્ષણના કારણે લગ્ન સંબંધો તુટી રહ્યા છે.  લીવ ઈન રિલેશનના ‘ફેક મેરેજ’ના બનાવો વધુ રહેવાના કારણે સમાજની સામાજીક  વ્યવસ્થા ભાંગી રહી છે.પ્રેમ અને લાગણી વચ્ચેની પાતળી ભેદ રેખા સમાજ વહેમ  આવા સંબંધો તૂટતા હોવાથી ક્ષણીક ગુસ્તસામાં હત્યા અને હત્યાની કોશિષ જેવા બનાવોનો   ઉતરોતર વધારો થઈ  રહ્યો છે.તાજેતરમાં જ  સુરતની ગ્રીષ્માને પ્રેમીએ  ક્રુરતાથી કરેલી હત્યા બાદ આણંદના  ઉમરેઠમાં બન્યો છે.

Advertisement

ઉમરેઠમાં યુવતીનું ગળું કાપી તેની હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. બંને એક દિવસ પહેલાં જ અહીં ભાડે રહેવા આવ્યા હતા. આ દરમિયાન કોઈ કારણોસર અણબનાવ થતાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ગળે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. યુવતીએ બુમરાણ મચાવતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી છે.

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ગીષ્મા જેવો કાંડ થતો રહી ગયો. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં એક યુવક યુવતીનું ગળું કાપીને તેને રૂમમાં પૂરીને ભાગી ગયો હતો. યુવતીની બૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવતા હાલ તે સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આણંદના ઉમરેઠ કાછીયાપોળનો છે. યુવક અને યુવતી બંને હજુ શનિવારે જ ભાડેથી રહેવા માટે આવ્યા હતા. વહેલી સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બપોરે યુવકે યુવતી પર હુમલો કરીને બાથરૂમમાં પૂરીને ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા તો યુવતી ઘાયલ અવસ્થામાં મળી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલી  યુવતીની  ઓળ મળ્યા બાદ   તેણી પર ખુની હુમલો કરી  ભાગી છૂટેલા પ્રેમીની  ભાળ મળે તેમ હોવાનું   ડીવાયએસપી એન.જે. પંચાલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.