Abtak Media Google News

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગર ખાતે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવ્યા હતા.

જ્યાં અનેક લોકોએ મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ વ્યક્ત કયોઁ હતો.ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના રહીશોની પ્રાથમિક જરૂરીયાત જેમ કે રોડ-રસ્તાની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ રહિશોએ અનેક વખત ઉચ્ચ સ્તરે રજુઆત કરવા છતા પણ હજુ પણ સુરેન્દ્રનગર શહેરની હાલત જેવી હતી તેવી જ છે ત્યારે કેટલાક લોકો સરકારની બેદરકારીનો પણ ભોગ બનેલા છે જેઓને હજુ સુધી ન્યાય નહિ મળતા આવા લોકોએ સી.એમ ના કાયઁક્રમનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

તેવામા આજ થી બે વર્ષ પહેલા સી.યુ.શાહ હોસ્પિટલના તબીબની બેદરકારીનો ભોગ બનેલા મુમતાજબેન રમજાનભાઇ સિપાઇ નામના મહિલાની સારવાર દરમિયાન હાથને ખુબજ વધુ ઇજા થઇ હતી જેના લીધે મહિલાને હાથ ખોઇ બેસવાનો વારો આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યુ હતુ કે મહિલાનો હાથ ખોઇ બેસવા પાછળ જવાબદાર હોસ્પિટલનુ તંત્ર જ હતુ ત્યારે મહિલાએ હોસ્પિટલ ના સત્તાધીશો વિરુધ્ધ ફરીયાદ પણ દાખલ કરી હતી.

આ બાબતને આજે બે વર્ષ પુણ થયા છતા પણ હજુ સુધી મહિલાને ન્યાય નહિ મળતા આજે સી.એમ ના કાર્યક્રમ ના વિરોધની ચીમકી ઉચ્ચારી હતી.

જ્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીના આગમન સાથે જ કાર્યક્રમના વિરોધ પ્રદર્શન માટે જતી મહિલાની વચ્ચેથી જ જીલ્લા એલ.સી.બી દ્વારા અટકાયત કરાઇ હતી. વિરોધ પ્રદર્શન પહેલા એલ.સી.બી ના પીએસઆઇ આર.ડી.ગોહીલના સ્ટાફ ને સી.એમ ના કાર્યક્રમનો વિરોધ થવાની માહિતી મળતા જ તેઓએ વિરોધ પ્રદર્શન કરનાર મહિલા મુમતાજબેનની અટકાત કરી હતી.

જ્યારે મુમતાજબેનની અટકાયત કરાઇ તે સમયે તેઓની સાથે સુરેન્દ્રનગરના વરીષ્ઠ વકિલ રૂસ્તમભાઇ પીલુડીયાએ સહકાર આપ્યો હોવાનુ પણ જાણવા મળ્યુ હતુ. જ્યારે મહિલાની અટકાયત બાદ કાર્યક્રમના અંતે મહિલાને પોલીસ કાર્યવાહી કરાઇને છોડી મુકાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.