Abtak Media Google News

ખોદ્યો ડુંગર, નિકળ્યો ઉંદર !!

બે મહિના પહેલા પકડેલા ડ્રગ્સનો એફ.એસ.એલ. રિપોર્ટ સફેદ પાઉડરનો આવતા પોલીસ ચોંકી ઉઠી

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી પોલીસે ઝડપેલ 176 ગ્રામ ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો થયો છે. 1 જૂને લોરેન્સ બીશ્નોઈ ગેંગના 3 લોકોને એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે શહેરના 80 ફૂટ રોડ પર થી 3 લોકોને ઝડપી લીધા હોવાની જિલ્લા પોલીસ વડાએ જાહેરાત કરી હતી. જો કે કથિત ડ્રગ્સને એફ.એસ.એલ. માં મોકલવામાં આવ્યું હતું. એફ.એસ.એલ. ના રિપોર્ટ બાદ પોલીસ પણ ચોંકી ગઈ છે.

એફ.એસ.એલ.નો રિપોર્ટમાં ડ્રગ્સના સ્થાને સફેદ પાવડર હોવાનું સામે આવતા જિલ્લા પોલીસની ઊંઘ ઉડી ગયી છે. જો કે આ સમગ્ર કેસની તપાસ એલ.સી.બી અને જિલ્લા પોલીસની નજર ચાલતી હોવા છતાં ડ્રગ્સના રિપોર્ટએ ઘણા પ્રશ્નો કાર્યવાહી સામે જ ઉભા કરી દીધા છે. આ રિપોર્ટ બાદ ડ્રગ્સ કેસમાં ફરિયાદી પી.આઇ. ચંદ્રિકાબેન એરવાડિયાને કોર્ટ સમક્ષ હાજર થવા સમસન્સ જારી કરવામાં આવ્યું.

ડ્રગ્સ મુદ્દે જિલ્લા પોલીસે કાચું કાપ્યા હોવાનું આવ્યું સામે આવતા પોલીસખાતામાં ગણગણાટ શરુ થઇ ગયો છે. રિપોર્ટ બાદ આ મુદ્દે ઉચ્ચત્તર કક્ષાના અધિકારીઓએ વધુ તપાસના આદેશ આપી દીધા છે અને જવાબદારો સામે પગલાં લેવા તજવીજ હાથ ધરી છે.

આશરે બે મહિના પહેલા સુરેન્દ્રનગરમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના 3 સાગરીતોને 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર પોલીસે ડ્રગ્સ સહીત કુલ રૂ. 17,81,500નો મુદામાલ જપ્ત કર્યો હતો સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કોડની ટિમો દ્વારા ટાઉનમાં પેટ્રોલીંગ બાતમીના આધારે 3 સાગરીતોને પકડી પડ્યા હતા. જેમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો અક્ષય રામકુમાર ડેલુ તથા અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ (પંજાબ) તથા વિક્રમસિંહ બળવંતસિહ જાડેજા (કચ્છ) એપાર્ટમેન્ટમાં આશરો મેળવેલો હતો અને તેઓ ઘણા ગુનામાં વોન્ટેડ છે. ડ્રગ્સની બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જો કે ત્યારબાદ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.