Abtak Media Google News

તંત્રની ઉદાસીનતાના કારણે ઉઘોગોની અધોગતિ અટકાવવા હવે નકકર પગલા જરૂરી

સુરેન્દ્રનગર જિલ્લામા ખેતી અને પશુપાલન આર્થિક લાઇફલાઇન છે. સુરેન્દ્રનગર-વઢવાણમા ં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે પ્રયાસો થયા હતા. સુરેન્દ્રનગર ઉદ્યોગનગર સહકારી મંડળીના નેજા હેઠળ 150થી વધુ નાના મોટા એકમો કાર્યરત કરાયા હતા. ત્યારે વઢવાણ ભોગાવો નદીના કાઠે ઔદ્યોગિક વસાહત સ્થાપવાનો નિર્ણય 1968માં કરાયો હતો.  આ પૈકી 121 હેકટર જમીન પર ઔદ્યોગિક વાણિજય અને રહેણાકના હેતુસર વિકાસ કરાયો હતો.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે જુદા જુદા પ્રકારના 184 જેટલા શેડ બનાવ્યા હતા. જયારે 400 જેટલા ઉદ્યોગકારો માટે નાના મોટા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 176 જેટલા રહેણાક મકાનો બનાવવામાં આવ્યા હતા. આથી સુરેન્દ્રનગર વઢવાણનો વિકાસ ઝડપી બન્યો હતો. પરંતુ 1990પછી અચાનક ધીમે ધીમે કારખાન બંધ થવાનો સિલસિલો શરૂ થયો હતો.

ઔદ્યોગિક એકમો બંધ થવાના કારણો 1991માં મંદી આવતા આર્થિક નુકશાન પાણી, લાઇટ,રસ્તા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ -1500 ઉદ્યોગોને ધીરાણ નિતિમાં વારંવાર ફેરફાર કુદરતી ગેસ, કોલસામાં વારંવાર ભાવ વધારો સુરેન્દ્રનગર પાલિકાનો અપૂરતો સહયોગનગરપાલિકાના તોતિંગ ટેકસ પણ સુવિધાના નામે મીંડુ આ અંગે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ સુમિતભાઇ પટેલે જણાવ્યુ કે અમારી જી.આઇ.ડી.સી.માં પ્રાથમિક સુવિધા જરૂરી છે જેમાં પાણી, રસ્તા, વીજળી માટે અમે તંત્રને વારંવાર રજૂઆત કરી છે.

અમારા કારખાના પાસેથી પાલિકાના તોતિંગ ટેકસ વસૂલે છે પણ સુવિધા આપવામાં પાછી પાની કરે છે.આ માટે રાજયસરકાર, કલેકટર અને નગરપાલિકામા સમયાંતરે રજૂઆતો કરીને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આવીતી તે હવે માત્ર 15 વ્યક્તિ નેતૃત્વમાં મન મનાવવામાં આવે છે તો પણ મન કાબુ રાખયુ જો વઢવાણ ના નાગરિકો ને સુવિધાઓ મળે પણ આ બધી આશાઓ ઠગારી નીવડી સમસ્યાઓ આનાથી વધુ વધી છે.

ઉદ્યોગકારોની માંગોજીઆઈડીસી વસાહતમાં પાણી પુરવઠો આપો,, એલઈડી લાઈટની સુવિધા આપવી, વર્ષમાં બે વાર ઉગી નીકળેલા બાવળનું કટીંગ કરવુ, રસ્તા નીયમીત સફાઈ થાય તે માટે સફાઈ કામદારો મુકવા, ગટરો નીયમીત સફાઈ થાય તેવુ આયોજન કરવુ, ઘન કચરાના નીકાલ માટે નીયમીત ટ્રેકટર ફાળવવુ, મુખ્ય રસ્તા પર કચરો નાંખવા કચરા પેટીઓ મુકવી, ડેરી પાછળ પાણી નીકાલ માટે નાળુ બનાવવુ, સ્ટ્રીટલાઈટ પાવર વપરાશની 75 ટકા રકમમાંથી 100 ટકા રકમ પાલિકા ચુકવે,શહેરના અન્ય વિસ્તારોની જેમ પાણીની સવલતો આપવી, જીઆઈડીસીમાં સુવિધા કેન્દ્ર અને ટેકસ કલેકશન સેન્ટર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.