Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાથી ભારત સરકાર દ્રારા બંધ કરવામાં આવેલ ચલણી નોટો શોધી કાઢવા સુચના કરતાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એન.કે.વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર ડી. ગોહિલ તથા કિશોરભાઇ ઘેલાભાઇ, ધર્મેન્દ્રસિંહ, બહાદુરસિંહ, પ્રતાપસિંહ મોબતસિંહ, વિજય રાણા, જે.જે.પરમાર વગેરે સહિતના સ્ટાફ માણસો દ્રારા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ધર્મેન્દ્રસિંહ, બહાદુરસિંહ તથા કિશોરભાઇ ઘેલાભાઇ ને સંયુકત બાતમી રાહે ચોકકસ હકિકતને આધારે સાયલા તાલુકાનાં ટીટોડા ગામે રહેતો રાજેશભાઇ ગજુભાઇ કાવેઠીયા પાસેથી જુની ચલણી નોટો મળી આવેલ જેમાં ૧૦૦૦ ના દરની ૮૦પ નોટ તેમજ પ૦૦ ના દરની ૩૪૭ નોટ કુલ મળી કિંમત ૯,૯ર,૦૦૦ ની જુની ચલણી નોટો મળી આવતા વધુ તપાસ માટે મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.