Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં આવેલી અલગ અલગ શાળાઓમાં 200 થી વધુ સ્કુલરિક્ષાઓ અને સ્કુલવાન ચાલે છે. અમદાવામાં સ્કુલવાનના અકસ્માતની ઘટના બાદ હરકતમાં આવેલા સુરેન્દ્રનગર આરટીઓ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેને લઇને સ્કુલવાહનોના ચાલકો અને આરટીઓ તંત્ર આમનેસામને આવી ગયું છે.

સ્કુલવાનના ચાલકોએ શનિવારે એક દિવસની પ્રતિક હડતાળ કર્યા બાદ રવિવારે તમામ વાહનોના ચાલકો 80 ફુટ રોડ પર એકઠા થયા હતા. જેમાં મોહનભાઇ પટેલ, ગીરીરાજસિંહ ઝાલા, નાનુભાઇ રબારી સહીતના આગેવાનો પણ હાજર રહી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

Screenshot 2019 06 24 11 07 02 695 Com.whatsappત્યારે આજે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આજે થાળી વેલણ વગાડી જિલ્લા કલેક્ટરને રૂબરૂ લેખીત આવેદન પાઠવવા મોટી સંખ્યામા સુરેન્દ્રનગર જિલ્લાના શાળા રીક્ષા ચાલકો પહોંચ્યા હતા. અને થાળી વાટકા વગાડીને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાંજો યોગ્ય ઉકેલ નહીં આવેતો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળ સાથે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.