Abtak Media Google News

બંગાળની ખાડીમાં ઉદભવેલા લો-પ્રેશરથી મુંબઇ પહેલા પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ચોમાસાનો પ્રવેશ: મુંબઈમાં આજથી મેઘરાજાનું વિધિવત્ આગમન

છેલ્લા ૧૨ વર્ષમાં ઈતિહાસમાં આ વર્ષે લાંબી રાહ જોવરાવ્યા બાદ આગામી ૩૬ કલાકમાં મેઘરાજા ગુજરાતમાં વિધિવત્ આગમનની છડી પોકારશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બંગાળની ખાડીમાં છેલ્લા ચાર દિવસથી ઉભા થયેલા લોક પ્રેશર આગળ વધતા ગઈકાલે પૂર્વીય ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં ગઈકાલે મેઘરાજાનું આગમન થયું હતુ જે આગામી ૨૪ કલાકમાં આગળ વધીને ચોમાસુ લખનૌ સુધી પહોચી જશે કેરલ તરફથી આવતા વાહનો મુંબઈમાં વરસાદ વરસાવે તે પહેલા આ વર્ષે ઉત્તરપ્રદેમાં વરસાદ પડતા ભારે ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા ઉત્તરપ્રદેશવાસીઓને ઠંડક પહોચી હતી. ગયા બુધવારની બંગાળની ખાડીમા ૭૦૦ કી.મી.દૂર ઉભા થયેલા લો-પ્રેશરના કારણે ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ચોમાસુ ચાર દિવસમાં વારાણસી સુધી પહોચી ગયું છે. આ ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે મુંબઈ પહેલા વારાણસી સુધી પહોચી ગયું છે. સામાન્ય રીતે ચોમાસુ મુંબઈમાં ૧૦ જૂનની આસપાસ પહોચતુ હોય છે. પરંતુ વાયુ વાવાઝોડાના કારણે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા ડીસ્ટર્બ થઈ ગઈ હોય હજુ સુધી મુંબઈમાં વિધિવત્ રીતે ચોમાસું પહોચ્યું નથી, જોકે, હવામાન વિભાગે આગામી એક થી બે દિવસમાં ચોમાસુ વિધિવત્ રીતે મુંબઈમાં છડી પોકારશે તથા ૨૫ જૂન સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી છે. જયારે, વારાણસી પહોચેલુ ચોમાસુ લો પ્રેશરના કારણે આજથી ઉત્તર ભારત તરફ આગળ વધશે.

Advertisement

ચોમાસુ મોડુ પડવાથી વરસાદ પહવાની ટકાવારી ઘટી જવાનીઆશંકા પણ હવામાન વિભાગે વ્યકત કરી છે. દેશમાં વરસાદના આંકડાઓને જોતા ૧ થી ૧૯ જૂન સુધીમાં ૪૪ ટકા સુધીનો ઓછો વરસાદ નોંધાયો છે. પરંતુ છેલ્લા ચાર દિવસમાં થયેલા વરસાદની આ ટકાવારી ઘટીને ૩૮ ટકાએ પહોચીજવા પામી છે. જોકે, હજુ પણ આ સમયગાળામાં સરેરાશ પડતા વરસાદ કરતા ખૂબ જ ઓછો વરસાદ પડયો છે. જેથી આ વર્ષે ચોમાસાના વિધિવત્ પ્રારંભમાં થઈ રહેલા વિલંબથીઓછા વરસાદનું સંકટ ઉભુ થવાની સંભાવના છે.

પાણીની તંગીના કારણે દુષ્કાળની સ્થિતિથી પીડાઈ રહેલા વિસ્તારો માટે સારા સમાચાર એ છે કે ચોમાસુ મોડુ પ્રવેશવા છતા આ અઠવાડિયામાં આ વિસ્તારોમાં શ્રીકાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ ક્ષેત્રમાં પાણીની ભારે તંગી ઉભી થ, હતી આ વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો. મધ્ય મહારાષ્ટ્ર, રાયબસીમા, આંધપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, છતીસગઢ, બિહાર અને પૂર્વીય ઉત્તરપ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં ચોમાસુ સક્રિય બન્યું છે. ગઈકાલે કર્ણાયકના તેલંગાણા ,પશ્ર્ચિમી મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ જૂદા જૂદા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં આજે દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, છોટાઉદેપૂર, મહીસાગર, ખેડા,આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૨૫મી જૂને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, દિવમાં હળવો વરસાદ નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી દાહોદ, છોટા ઉદેપૂરમાં ભારે વરસાદ ૨૬મી જૂને દમણ,, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, દીવ ૨૭મી જૂને સામરકાંઠા, અરવલ્લી, ભ‚ચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ તથા દિવમાં જયારે ૨૮મી જૂનના રોજ ગીર સોમનાથ કચ્છ દીવ, સાંબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો: સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ

કઠલાલમાં ૩ ઈંચ, કપડવંજ, અમીરગઢ, દિયોદર, પ્રાંતિજ, થાલોદ, દેહગામમાં ૨ ઈંચ, ચાણસ્માં હિમતનગર, બાયડ, મેઘરજ, અમદાવાદ, સનખેડા અને બાલાસિહોરમાં ૧ થી ૧॥ ઈંચ વરસાદ

ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આરંભ ઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે ગત મધરાતી ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગરમીનું જોર ઘટયું છે પરંતુ અસહ્ય ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ ઈ ગયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૯ જિલ્લાના ૬૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌી વધુ વરસાદ ખેડા જિલ્લાના કઠલાલમાં ૭૫ મીમી પડયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના હારીઝમાં ૨૦ મીમી, બનાસકાંઠાના અમીરગઢમાં ૪૦ મીમી, દિયોદરમાં ૪૩ મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં ૩૦ મીમી, પ્રાંતીજ અને લોદમાં ૫૦ મીમી, અરવલ્લીના બાયડમાં ૩૯ મીમી, મેઘરજમાં ૧૫ મીમી, મોડાસામાં ૩૬ મીમી, ગાંધીનગરના દેહગામમાં ૪૩ મીમી, ગાંધીનગર શહેરમાં ૨૬ મીમી, માણસામાં ૧૪ મીમી, પૂર્વ-મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં ૩૦ મીમી, અમદાવાદ શહેરમાં ૨૫ મીમી, સાણંદમાં ૧૦ મીમી, ખેડા જિલ્લાના કટલાલમાં ૭૫ મીમી, કપડવંજમાં ૫૨ મીમી, મહેમદાબાદમાં ૨૨ મીમી, મહુધામાં ૧૭ મીમી, છોટાઉદેપુરના નસવાડીમાં ૧૬ મીમી, સનખેડામાં ૨૨ મીમી, પંચમહાલના મોરવાડમાં ૧૧ મીમી, મહિસાગરના બાલાસીનોરમાં ૨૫ મીમી, વીરપુરમાં ૧૦ મીમી, જયારે દાહોદ જિલ્લાના જાલોદમાં ૧૨ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. ગત મધરાતી અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.