Abtak Media Google News
પોલીસે ફિલ્મી ઢબે પિછો કરી દારૂ પકડી પાડયો

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

મુળી તરફથી ઈકો ગાડીમાં દેશીદારૂ ભરી મેક્સન સર્કલ તરફ ગાડી આવી રહી હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે ત્રિમંદિર પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી નીકળતા તેને અટકાવવા જતા ગાડી રતનપર બાયપાસ તરફ ભગાડી દેવાઇ હતી.

પોલીસે પીછો કરીને ખેરાળી પ્રા.શાળા પાસે ઓવરટેક કરીને ગાડી ઉભી રખાવી તલાશી લેતા રૂા.10,500ની ક્મિતનો 525 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી ગાડીમાં બેઠેલા સાયલા તાલુકાનાં સામતપર ગામનાં જયપાલ દિલીપભાઈ ગોઢાણીયા અને વિક્રમ પ્રભુભાઈ બાવળવા નામનાં બે શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે દેશી દારૂ, ગાડી વિગેરે મળીને કુલ રૂા.1,20,500નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.