Abtak Media Google News

પ્રોહીબીશનનો ગુનો નહીં નોંધવા રૂ.૧૦ હજાર લેતા રંગે હાથ એસીબીના છટકામાં સપડાયા

સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ મથકના એ.એસ.આઈ અને કોન્સ્ટેબલે પ્રોહીબીશનનો કેસ નહીં કરવાના મામલે રૂ.૧૦ હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન્પોલીસ મથકના એ.એસ.આઈ બળવંતસિંહ હેમુભા અને કોન્સ્ટેબલ લાલજી લક્ષ્મણભાઈએ આશરે ૧૫ દિવસ પહેલા સડેલા ગોળ સાથે એક શખ્સ ઝડપી લીધો હતો. જે બનાવનો પ્રોહીબીશનનો કેસ નહીં કરવા રૂ.૧૫ હજારની લાંચ માંગેલી જેમાં બંને વચ્ચે રકઝકના અંતે રૂ.૧૦ હજારમાં નકકી થયેલું.

બાદ આ મામલે ફરિયાદીએ લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરતા સ્ટાફ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું જેમાં ફરિયાદી દ્વારા નકકી થયેલી રકમ લઈ સીટી એ ડિવીઝન પોલીસ મથકના ગ્રાઉન્ડમાં એ.એસ.આઈ બળવંતસિંહ વતી કોન્સ્ટેબલ લાલજી રૂ.૧૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.લાંચનું સફળ ઓપરેશન પાર પાડવામાં રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપર વિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબીના પી.આઈ એમ.બી.જાની તથા સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.