Abtak Media Google News
  • રાજકોટ સહિત 12 જિલ્લામાં એક સાથે સામુહિક દરોડાથી કૌભાંડીયાઓમાં ફફડાટ
  • વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી 65થી વધુ શખ્સોની અટકાયત કરી: રૂા.250 કરોડની કર ચોરીનો કર્યો પર્દાફાશ

વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. અને તંત્ર પણ ચૂંટણી કામગીરીમાં રોકાયું છે. ત્યારે દેશદ્રોહીઓ અને વ્હાટ કોલર કર ચોર વધુ બેફામ બનતા હોય છે. ત્યારે જીએસટી અને એટીએસની ઇકોનોમિક સેલની ટીમ દ્વારા રાજકોટ સહિત 12 જિલ્લામાં સામુહિક દરોડા પાડી રૂા.250 કરોડની કર ચોરી પકડી પાડી છે. 65થી વધુ દેશદ્રોહીઓ અને સરકારી કર ચોરી કરતા વ્હાઇટ કોલર ઝડપી લેતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

Advertisement

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર સતર્કમાં આવી વાઈટ કોલર ગુનેગારો સામે કડક કાર્યવાહીના પગલાં લઈ રહી છે . ત્યારે ગુજરાત એટીએસ અને જીએસટી દ્વારા ગુજરાતના 13 જેટલા જિલ્લામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં એટીએસ અને જીએસટીની ટીમ દ્વારા દેશવિરોધી અને આર્થિક નુકસાન પહોચાડનાર 90થી વધુ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એટીએસની ટીમ દ્વારા ગુજરાતમાં રાજકોટ,ભાવનગર અમદાવાદ,જામનગર સુરત સહિત 13 જેટલા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. અને કરચોરી કે કાળા નાળાનું વ્યવહાર કરતા મોટા ગજાના ધંધાર્થીઓ અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લામાં સૌથી મોટી કાર્યવાહી કરી અધિશો કરોડથી પણ વધુનું કુંભાર પકડી પાડ્યાનો હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ચૂંટણી નજીક આવતા જ અનેક બેનામી અને બિન હિસાબી રોકડા રૂપિયાનો વ્યવહાર થતા હોવાનું જીએસટીને જાણવા મળતા સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એટીએસ અને જીએસટીની ટીમથી વધુ લોકોની અટકાયત કરતા ગુજરાતના મોટા વેપારીઓમાં ફાફડાટ મચી જવા પામી છે.

ઉલેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાત એટીએસની ટીમ દ્વારા દિલ્હી માંથી 56 કિલો ડ્રગ્સ સાથે એક અફઘાની નાગરિકની ધરપકડ કરી હતી. જ્યારે આવતીકાલિક નાગરિકનું કનેક્શન જખૌના માંથી થોડા સમય પૂર્વે મળેલા મોટા ડ્રગ્સના જથ્થામાં હોવાનું સામે આવ્યું હતું. હાલ એટીએસ અને જીએસટી ની ટીમ કાર્યવાહી સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું છે.

ઇલેક્શન પૂર્વે મેગા સર્ચ ઓપરેશનથી વેપારીઓમાં ફફડાટ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે તે પૂર્વે જ જીએસટી અને ગુજરાત એટીએસની જુદી જુદી ટીમો દ્વારા ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં મેગા સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોટી કાર્યવાહી કરતા રાજ્યભરના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં ગુજરાત એટીએસ અને જીએસટી વિભાગના અધિકારીઓએ 90 જેટલા શખ્સોની અટકાયત કરી છે. જેના કારણે ચૂંટણી પૂર્વે જ વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

એટીએસ અને જીએસટીની કાર્યવાહીમાં કરોડોનું બિનહિસાબી વ્યહવારો બહાર આવ્યા

આજરોજ વહેલી સવારથી જ ગુજરાત એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને જીએસટી વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં દરોડા પાડી સૌથી કાર્યવાહી કરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ લખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતભરમાં પાડવામાં આવેલા દરોડાઓમાં અત્યાર સુધી કુલ રૂ.250 કરોડના પણ વધુનું કૌભાંડ ઝડપાયું હોવાની આશંકા સેવાઈ રહી છે. મેગા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યાની આશંકા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.