Abtak Media Google News

આજ રોજ શુક્રવારને દુર્ગાષ્ટમી છે સૂર્ય મહારાજ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે જે વાતાવરણમાં ફેરફાર લાવી રહ્યા છે વળી સૂર્ય ભરણીમાં અલગ જ પદ્ધતિથી કામ કરતા જોવા મળે છે અને આ નક્ષત્રમાં સૂર્ય મહારાજ શુક્રના પ્રભાવ નીચે જોવા મળે છે જેના થી ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન લોકો પોતાનો પ્રભાવ વધુ સાબિત કરવા પ્રયત્ન કરે અને તામજામ પાછળ ખર્ચ થતો જોવા મળે.

Advertisement

શુક્ર મહારાજ સ્વગૃહી ચાલી રહ્યા છે જે ભોગ વિલાસની વસ્તુ અને લક્સરીએસ વસ્તુ માટે આકર્ષણ વધારી રહ્યા છે અને મનોરંજનના નવા આયામ ખોલી રહ્યા છે પરંતુ સીને જગત એક નવી દિશા તરફ જતું જોવા મળશે અને રૈવાજિક સીને જગતને ફટકો પડતો જોવા મળે વળી જુના જામી ગયેલા તારલાઓ ધીમે ધીમે પાછા પડતા જોવા મળે અને નવા યુવા અદાકારો સામે આવતા જોવા મળે.

દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થવા પામ્યો છે અને સુદાન સહિત અનેક દેશમાં પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. સૂર્ય અને બુધ માટે અત્રે લખ્યા મુજબ સૂર્ય રાજા છે અને બુધ ટેક્સ છે માટે મોટા મોટા એકમોમાં ટેક્સ માટે સર્ચ ઓપરેશન થઇ રહ્યા છે. ઓટિટિનો પ્રભાવ અગાઉ લખ્યા મુજબ ખુબ વધતો જોવા મળે અને રૈવાજિક સિનેમા સામે પ્રશ્નાર્થ થતા જોવા મળે.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.