સુર્યકુમાર યાદવ વૈશ્વિક T-20નો સુપરસ્ટાર છે:બ્રેટ લી

 

T-20 2022 કેલેન્ડર યરમાં 31 મેચમાં 1164 સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સ્થાપ્યો

 

જયારે તમે T-20 ક્રિકેટમાં બેટીંગની વાત કરો છો. ત્યારે અચુક પણે ભારતની Tમનો ઉલ્લેખ થાય છે, તેમાં પણ સૂર્યકુમાર યાદવને યાદ કરવો પડે ફોર્મમાઁ રહેલા સૂર્યકુમાર યાદવ 360 ડીગ્રી અને આશ્ર્ચર્યજનક શોટ રમવાની ક્ષમતા તેને દરેકનો મનપસંદ બનાવે છે. તેવું ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ જણાવ્યું હતું કે તેના અભિગમમાં ફેરફાર કરવાની જરૂર નથી. અને તે જે રીતે ફોર્મમાં રહી રહ્યો છે. તે મુજબ રમવાનું ચાલુ રાખવું જોઇએ. તે માત્ર વધુ રન બનાવવાની સાથે એક દિવસ Tમ ઇન્ડીયા માટે વર્લ્ડકપ પણ જીતાડશે. મને તેને રમતા જોવું ગમે છે. સ્કાયને મારી સલાહ નથી તમે જે કરી રહ્યાં છો તે કરવાનું ચાલુ રાખો, બદલાવ લાવશો નહી. કોઇપણ બાબતોને જTલ ન બનાવો. તેવું બ્રેટ લીએ તેની યુ ટયુબ ચેનલ પર કહ્યું.

આ વર્ષે T-20 ક્રિકેટમાં આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સુર્યકુમાર યાદવના નામે છે. જેમાં 31 મેચમાં 1164 રન બનાવ્યા છે. વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવએ સૌથી ટુંકા ફોર્મેટમાં હેડલાઇન્સ મેળવતા જોયા. ઉત્કૃષ્ટ સ્ટ્રોક લગાવ્યા છે. T-20 વર્લ્ડ કપ પછી સૂર્યકુમારે ફરીથી ક્રિકેટ ચાહકોને મંત્રમુગ્ધ કર્યા. જયારે તેણે માઉન્ટ મૌગાનુઇના બે ઓવલ ખાતે ન્યુઝીલેન્ડ સામે પ1 બોલમાં અણનમ 111 રન બનાવ્યા

હાલમાં ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકયું નથી. પરંતુ હું માત્ર સૂર્યકુમાર યાદવ વિશે તેના પફોમન્સ વિશે વાત કરી રહ્યો છું. તેણે ઓસ્ટ્રેલીયાની પીચ પર બતાવ્યું છે જયાં બોલ પસાર થાય છે ત્યાં તેની નિર્ભયતા અને તેના શોટની પસંદગી ચેસના ગ્રાન્ડ માસ્ટર જેવી હોય છે.

તે આશ્ર્ચર્યજનક રીતે રમતો હોય છે. જયારે તે રમે છે ત્યારે તેના ચહેરા પર સ્મિત હોય છે જે પ્રભાવિત કરે છે.યાદવની અલગ રીતે શોટ રમવાની ટેકનીક જેના કારણે તે અન્ય ખેલાડીઓથી અલગ બન્યો છે. તે બાબતે બ્રેટ લીએ જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા તેને ભારત માટે આવનારા વર્ષોમાં ચમકાવી દે.

તે જે રીતે શોટસને ફટકારે છે તે મને ખુબ જ પસંદ પડે છે. કારણ કે તેની શોટસ મારવાની તમામ બાબતો યોગ્ય છે. તે બોલને ફટકારવાનો પ્રયાસ કરે છે. તેની પાસે રમવા માટેની અદભુત તકનીક છે. અને તે ચોકકસ પણે ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ ખેલાડી છે. તે આવનાર વર્ષોમાં ભારત માટે ઘણા શિખરો સર કરવા તરફ દોરી જશે