Abtak Media Google News

રાજયમાં ૨૪ કલાકમાં વધુ ૯૪ સીઝનલ ફલુ પોઝીટીવ કેસ નોંધાયા

વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતા સ્વાઈન ફલુએ પોતાની પકડ જમાવી રાખી હોય તેમ ગુજરાતમાં માત્ર ૨૪ કલાકમાં જ ૯૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ચાલુ વર્ષે કુલ ૭૧ દર્દીઓનાં મોત નિપજયા છે. રાજકોટમાં વધુ બે દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ આવતા પોઝીટીવ આંકડો ૨૨૨ સુધી પહોચી રહેવા પામ્યો છે. જયારે ચાલુ વર્ષે ૪૩ દર્દીઓનાં મોત નિપજયા છે.

ચાલુ વર્ષે ઠંડીના પ્રકોપની સાથે સીઝનલફલુએ પણ પોતાનો કહેર જમાવ્યો હતો. ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધી માત્ર રાજકોટમાં જ ૨૨૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ૪૩ દર્દીઓએ સ્વાઈન ફલુની સારવાર દરમિયાન દમ તોડયો છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં જેતપૂરનાં ૪૦ વર્ષિય આધેડ અને જામનગરના ૪૫ વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જયારે પોરબંદરના ૫૪ વર્ષિય પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડતા તેના મોતનું સચોટ કારણ ડેથ રિવ્યુ રિપોર્ટ બાદ જ જાણવા મળશે જયારે વધુ ચાર દર્દીઓનાં ડેથ રિવ્યુમાં સ્વાઈન ફલુથી જ મોત નિપજયાનું જાણવા મળ્યુું હતુ.સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં સ્વાઈનફલુનો કહેર મચી રહ્યો હોય તેમ માત્ર ૨૪ કલાકમા જ વધુ ૯૪ દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે કુલ ૭૧ દર્દીઓનાં મોત સ્વાઈન ફલુમાં નોંધાયા છે.

રાજકોટ રૂરલમાં ૧ લી જાન્યુઆરીથી ૬૭ કેસ નોંધાયા છે. અને ૧૧ દર્દીઓનાં મોત નિપજયા છે. રાજકોટમાં ૭૦ પોઝીટીવ કેસ નોંધશયા છે. અને ૧૨ દર્દીઓનાં મોત નિપજયા છે. જયારે અન્ય જીલ્લામાં ૮૫ કેસ નોંધાયા છે. અને ૨૦ દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડયા છે.જામનગર શહેર અને જીલ્લામાં સ્વાઈન ફલુ રોગચાળાએ અજગર રૂપી ભરડો લીધો છે.

જામનગરની ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓનં મોતના આંકડાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જામનગરના લાલપૂર તાલુકાના રંગપર ગામે રહેતા ૫૬ વર્ષિય પ્રૌઢને સ્વાઈનફલુ પોઝીટીવ આવતા જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમણે સારવાર દરમિયાન દમ તોડયો હતો.

જયારે જેતપૂરનાં સામંકાંઠે વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષની મહિલાને સ્વાઈન ફલુને કારણે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

વધુમાં જસદણના કમળપરનાં ૭૦ વર્ષના વૃધ્ધે પણ અંતિમ શ્વાસ લીધા હતા.રાજકોટમાં પણ વધુ બે દર્દીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવતા આંકડો ૨૨૨ સુધી પહોચી રહ્યો છે. જયારે ૫૩ દર્દીઓનાં મોત નોંધાયા છે. રાજકોટમાં શહેર ગ્રામ્ય અને આસપાસનાં જીલ્લાઓનાં કુલ ૫૬ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.